આપણું ગુજરાત

કારમાં GPS જામર લગાવી દારૂની ખેપ મારતો બુટલેગર અમદાવાદમાંથી ઝડપાયો

અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીના સરેઆમ ધજાગરા ઉડાડતા બનાઓ અવારનવાર બનતા રહે છે. બુટલેગરો દારૂની તસ્કરી માટે અવનવી તરકીબો અજમાવતા રહે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આવા જ એક કિસ્સાનો ખુલાસો કર્યો છે. આરોપી પોલીસથી બચવા કારમાં GPS જામરનો ઉપયોગ કરીને દારૂ લાવતો હતો. પોલીસે આરોપીની કારમાંથી 360 બોટલો મળી આવી છે, જેની કિંમત 2 લાખ રૂપિયાથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ગુજરાતના અમદાવાદમાં દારૂ લાવતો હોવાની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાસ્તાન સર્કલ પાસે શંકાસ્પદ કારને તપાસ માટે રોકવામાં આવી હતી, ત્યારબાદ કારમાંથી વિવિધ બ્રાન્ડની 360 દારૂની બોટલો મળી આવી હતી.

આ પણ વાંચો : Gujarat પોલીસનો મોટો ખુલાસો, પાકિસ્તાની હેન્ડલરના ઇશારે અપાતી હતી હિંદુ નેતાઓને ધમકી

કારમાંથી દારૂની બોટલો મળી આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ રાજસ્થાનના રહેવાસી ભવાનીસિંહ સોલંકી તરીકે થઈ છે. ક્રાઈમ બ્રાન્ચે ભવાનીસિંહ સોલંકીની કારમાંથી દારૂની 360 બોટલો મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે દારૂના જથ્થાના વેપારી ભવાનીસિંગની પૂછપરછ કરતાં રાજસ્થાનના ભવાનીસિંહે કબૂલાત કરી હતી કે, આ અગાઉ પણ તે પોતાની કારમાં જીપીએસ જામર લગાવીને દારૂનો જથ્થો ગુજરાતમાં લાવતો હતો. કારમાં જીપીએસ જામર લગાવવામાં આવ્યું હતું જેથી પોલીસ તેને ટ્રેક કરી શકે નહીં.

પોલીસે ભવાની સિંહ વિશે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ દારૂબંધી ગુના હેઠળ 65(A)(E), 116(B), 98(2), 81, 83 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ વર્ષ 2012માં વટવા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button