આપણું ગુજરાત

કચ્છમાં મોદી બંડીમાં તેજી: ફટોફટ વેચાઇ રહી છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: દુનિયાભરમાં લોકપ્રિયતા ધરાવતા દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વોર્ડરોબ જુદા જુદા રંગની બંડીઓથી ભરેલો હોય છે. તેમના વિવાદાસ્પદ બનેલા રૂપિયા દસ લાખના સુટથી પણ વધુ ધ્યાન તેઓની બંડી પર ગયું છે. મોદી સાહેબની બંડીએ મુશ્કેલી એ ઊભી કરી છે કે આવી બંડીઓના ભાવોમાં જબરો ઉછાળો આવ્યો છે, સોનું-ચાંદી,શેર બજાર અને રીઅલ એસ્ટેટ માર્કેટની જેમ મોદીની બંડીમાં તેજી છે.

ગરમ ભજીયાની જેમ તે ફટોફટ વહેંચાઇ રહી છે. દેશભરમાં ઠેર ઠેર ખાદી ભંડારો,મોટા શોપિંગ મોલ અને ઓનલાઈન શોપિંગમાં વહેંચાતી આવી બંડી હવે દેશભરના મોટાભાગના શહેરોમાં ફૂટપાથ પર વેચાઇ રહી છે. ઉતર પ્રદેશથી કેટલાક યુવાનો આવી તૈયાર બંડી વહેંચવા કચ્છમાં ઘૂમી રહ્યા છે. યોગેશ ભૈયા નામના યુવાને જણાવ્યું હતું કે અમે પાંચ ફેરિયાઓ ઉતર પ્રદેશમાંથી આવ્યા છીએ અને સેંકડો બંડીઓ ભુજમાં વહેંચાઇ રહી છે. તમામ વર્ગના લોકો રૂપિયા ૪૦૦થી લઇ ૮૫૦ના ભાવે મળતી આવી બંડીઓ ખરીદી રહ્યા છે. યોગેશના જણાવ્યા પ્રમાણે મોદી બંડીનો ક્રેઝ એટલો તો વધ્યો છે કે અમુક લોકો સપ્તાહના ૭ દિવસો દરમિયાન દરરોજ નવી બંડી પહેરવા એક સાથે સાત સાત બંડી પણ ખરીદે છે. કચ્છભરમાં ઉતર પ્રદેશમાંથી આવી ચડેલી આવી બંડીઓનું જાણે ચોમાસામાં આવી ચડતા ઊડતા મંકોડા જેમ નજરે પડે છે. પાનવાળો હોય કે ચા વાળો,દૂધનો ફેરિયો હોય કે પાણીપૂરીની હાથગાડી વાળો,શિક્ષક હોય કે કોલેજીયન,બૅન્ક બાબુ હોય કે ચપરાસી, બધાએ પોતાના વોર્ડરોબમાં બંડીઓ ખડકી દીધી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત