Gujarat માં હાડ થીજવતી ઠંડી, હવામાન વિભાગે કરી આ આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)વર્ષના અંતિમ દિવસે ઠંડીનો ચમકારો વધ્યો હતો. જેમાં હાડ થીજવતી ઠંડીના લીધે લોકો ઠૂંઠવાયા હતા. રાજ્યમાં કોલ્ડ વેવની અસર યથાવત રહેતા જનજીવન પર પણ વ્યાપક અસર જોવા મળી રહી છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ 12 ડિગ્રીની આસપાસ ઠંડી નોંધાઈ હતી. જ્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં હજી પણ વધારે ઠંડી પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
લિયા 6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર ગુજરાતમાં મંગળવારે 6 ડિગ્રીથી લઈને 19 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયા 6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 10.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 8.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
Also read: Gujarat માં ઠંડીનો ચમકારો વધ્યો, કોલ્ડ વેવથી લોકો ઠુંઠવાયા
અમદાવાદમાં વહેલી સવાર ધુમ્મસની ચાદર જોકે, ઠંડા પવનો વચ્ચે અમદાવાદ શહેરમાં લધુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં 14.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, વડોદારમાં 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં ગુરુવારે વહેલી સવાર ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, આણંદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠા, દાહોદ, જામનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શકયતા છે.
આ ઉપરાંત ઉત્તર ભારતના રાજ્યમાં પડી રહેલી ઠંડીની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જેના પગલે આગામી દિવસોમાં હજી પણ વધારે ઠંડી પડવાની શક્યતાઓ છે.