આપણું ગુજરાત

ગાંધીનગરમાં બે યુનિવર્સિટીઓને Bomb થી ઉડાવી દેવાની ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ: દેશમાં એરપોર્ટ અને વિમાનને બોમ્બથી(Bomb)ઉડાવવાની ધમકીઓ સતત મળી રહી છે. તેવા સમયે મળતી માંહિતી મુજબ ગુજરાતના પાટનગર ગાંધીનગરના આવેલી બે યુનિવર્સીટીઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં ગુજરાત નેશનલ લો – યુનિવર્સિટીને(GNLU) આ પૂર્વે પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. જો કે તેમાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. જો કે ફરી મળેલી ધમકી બાદ યુનિવર્સિટી સત્તાવાળા અને પોલીસ સતર્ક બની છે અને તપાસ શરૂ કરી છે.

બોમ્બ મુકાયાનો ઈ-મેઈલ મળ્યો

આ ઉપરાંત ગાંધીનગરના બીજી પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU)ને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ બે યુનિવર્સિટીને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. જ્યારે બે યુનિવર્સિટીમાં બોમ્બ મુકાયાનો ઈ-મેઈલ મળતા ગાંધીનગર પોલીસ એક્શનમાં આવી છે.

ઈન્ફોસિટી પોલીસમાં ફરિયાદ નોંધી ગુનો દાખલ

ગાંધીનગરની બે યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જ્યારે બોમ્બ સ્કવોર્ડ સહિતની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી હતી. બોમ્બ સ્કવોર્ડની ટીમને સાથે રાખીને પોલીસે બંને શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. આ સમગ્ર ઘટના અંગે ઈન્ફોસિટી પોલીસમાં ફરિયાદ નોંધી ગુનો દાખલ કરાયો છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button