આપણું ગુજરાતગાંધીનગર

Gandhinagarની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને Bomb થી ઉડાવી દેવાની ધમકી, કોઇ શંકાસ્પદ વસ્તુ ન મળી

ગાંધીનગર : ગુજરાતમાં ગાંધીનગરમાં રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી(Bomb)ઉડાવવાની મેઇલથી ધમકી મળી છે. આ ધમકી મળતાની સાથે સુરક્ષા એજન્સીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સ્થળે પહોંચી હતી. જો કે ધમકી મુજબની કોઈ શંકાસ્પદ વસ્તુ નહીં મળી આવતાં યુનિવર્સિટી સત્તાવાળા અને પોલીસતંત્ર અને રાહતનો દમ લીધો હતો.

સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

ગાંધીનગરના રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને મોડી રાત્રે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઈમેઈલ મળતાં ઈન્ફોસિટી, લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ દ્વારા બોમ્બ સ્કવોડની ટીમ સાથે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સ્ટુડન્ટ્સ હોસ્ટેલ ખાલી કરાવી સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા

આ ધમકીનાં પગલે યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સની હોસ્ટેલ ખાલી કરાવી સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હતા. ડોગ સ્કવોડની ટીમ સાથે પોલીસે એડમિન ઓફિસના દરેક વિભાગો, ડાયરેક્ટર બંગલો તેમજ આસપાસના વિસ્તારો ઉપરાંત યુનિર્વિસટીનાં દરેક એરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તદુપરાંત વીઆઇપી રેસિડેન્શિ, સ્ટાફ ક્વાર્ટર્સ તેમજ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં પણ તપાસ આદરી હતી.

જોકે પોલીસ અને બોમ્બ સ્કવોર્ડની ટીમે વહેલી પરોઢ સુધી આખી યૂનિવર્સિટીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ ધમકી મુજબની કોઈ શંકાસ્પદ વસ્તુ નહીં મળી આવતાં સૌએ રાહતનો દમ લીધો હતો.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button