Vadodara Airportને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસ અને CISFનું સઘન ચેકિંગ

વડોદરા: શાળાઓ અને એરપોર્ટ જેવા જાહેર સ્થળોને બોમ્બથી ધમકી ઉડાડી દેવાની ધમકીઓ મળવાનો સિલસિલો અટક્યો નથી અને હવે વડોદરા એરપોર્ટને બોમ્બથી ધમકી ઉડાડી દેવાની ધમકી મળી છે. એરપોર્ટ ઓથોરીટીને ઈમેઇલ દ્વારા ધમકી મળતા પોલીસ અને એરપોર્ટ તંત્ર દોડતું થઈ ગયું હતું. હાલ એરપોર્ટ પર પોલીસ અને CISF દ્વારા આ મામલે ચેકિંગ કરવામાં આવ્યું છે. આ ચેકિંગમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ પણ જોડાયું છે.
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ મળતા એરપોર્ટ ઓથોરીટીનું તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસની ટીમ પણ ધમકી મળ્યાની જાણ થતાની સાથે જ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કવોર્ડ દ્વારા સમગ્ર એરપોર્ટ સંકુલનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ચેકિંગમાં પોલીસની સાથે CISFની ટીમ પણ જોડાય છે.
વડોદરા એરપોર્ટને અંગ્રેજીમાં લખેલ એક મેઈલ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે વડોદરા એરપોર્ટ પર બોમ્બ છે અને તમે બધા મરી જવાના છે. ધમકીભર્યા મેઈલ મળ્યા બાદ એરપોર્ટ પર પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. હાલ સમગ્ર સંકુલની સાથે પોલીસ દ્વારા એરપોર્ટ પર પ્રવેશ થતાં દરેક વાહનની અને મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. CISF એરપોર્ટ સંકૂલની અંદર સઘન ચેકિંગ કરી રહ્યું છે. હાલ ફાયર બ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
જો કે હાલ આ મેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો, કોણે મોકલ્યો હતો તે અંગે કોઈ ખુલાસો થયો નથી. હાલ પોલીસ અને તંત્ર સઘન ચેકિંગ કરી રહ્યું છે. આ પહેલા પણ દિલ્હી અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેઈલ મળ્યા હતા.