ફરી જામનગર જામ્યો બોલીવૂડ સિતારાઓનો મેળાવડો, આ છે કારણ
જામનગરઃ જામનગર (Jamnagar)નું એરપોર્ટ ફરી ધમધમી રહ્યું છે. દંબગ સ્ટાર સલમાન ખાન અને ઈન્ટરનેટ સેન્સેશન ઓરી સહિતના ઘણા સેલિબ્રિટી અહી આવી રહ્યા છે. ત્યારે આ વખતે પણ હૉસ્ટ તો મુકેશ અંબાણી અને નીતા અંબાણીના (Mukesh Ambani-Neeta Ambani)પુત્ર અનંત અંબાણી (Anant Ambani) જ છે.
તો જો તમે વિચારમાં પડી ગયા હોય કે હમણા તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ એનિવર્સરી હતી અને ત્રણ દિવસ સુધી જામનગર બોલીવૂડ અને હોલીવૂડના સિતારાઓ સહિત તમામ ક્ષત્રેના મહાનુભાવોથી ચમકતું હતું ત્યારે ફરી શું પ્રસંગ આવ્યો છે અંબાણી પરિવાર તો. તો આ પ્રસંગ છે અનંત અંબાણીના જન્મદિવસનો. આવતીકાલે એટલે કે 10મી એપ્રિલે નીતા-મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનો જન્મદિવસ છે અને તેના સેલિબ્રેશન માટે સ્ટાર્સ આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોલીવૂડ સ્ટાર સલમાન ખાન ગઈકાલે રાત્રે જ મુંબઈ એરપોર્ટથી જામનગર માટે રવાના થયા હતા અને ત્યારબાદ તેને જામનગર એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયોમાં સલમાન ખાન બ્લેક ટી-શર્ટ અને બ્લુ ડેનિમ પહેરેલો જોવા મળી રહ્યો છે. સલમાન ખાનની સાથે તેનો બોડીગાર્ડ શેરા પણ હંમેશની જેમ જોવા મળ્યો હતો. શેરા જ સલમાન ખાનને સુરક્ષા સાથે એરપોર્ટ લઈ ગયો અને જામનગર એરપોર્ટથી બહાર આવ્યો.
સલમાન ખાન ઉપરાંત ઈન્ટરનેટ સેન્સેશન ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામાણી પણ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓરી પણ અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી માટે જામનગર જઈ રહ્યો છે. ઓરીને મુંબઈના કાલીના એરપોર્ટ પર પણ જોવામાં આવ્યો હતો અને તે હંમેશની જેમ તેની સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યો હતો.
મીડિયા અહેવાલો અનુસાર, અભિનેત્રી જાન્હવી કપૂર અને તેનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી માટે જામનગર જવા રવાના થયા છે. જો કે હજુ સુધી જ્હાન્વી અને શિખરની તસવીરો અને વીડિયો જોવા મળ્યા નથી.
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો પુત્ર 10 એપ્રિલના રોજ પોતાનો 29મો જન્મદિવસ ખૂબ જ ખાસ અને શાનદાર રીતે ઉજવવા જઈ રહ્યો છે. અગાઉ, અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટે જામનગરમાં જ ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશન કર્યું હતું. આ ઉજવણીમાં બોલિવૂડ સેલેબ્સ, હોલીવુડ સેલેબ્સ, બિઝનેસ ટાયકૂન્સ, રાજકારણીઓ અને અન્ય ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો.