Board Exam 2024: ગુજરાત બોર્ડે જાહેર કર્યું ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમટેબલ

ગાંધીનગર: રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Education Board) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું (Board exam) ટાઈમ ટેબલ જાહેર કરી દેવામા આવ્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાની તૈયારી શરૂ થશે.




ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. મોટા ભાગે બોર્ડની પરીક્ષા 15 માર્ચથી શરૂ થતી હોય છે પરંતુ આ વર્ષે પરીક્ષા 15 દિવસ જેટલી વહેલી લેવામાં આવશે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ પણ 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ દરમિયાન જ લેવાશે.
આ પણ વાંચો : CM સર ,આવું કેમ ? ગુજરાત જાહેર સેવા આયોગની મુખ્ય પરીક્ષાના પરિણામમાં થઈ રહ્યો છે ભારે વિલંબઃ કોંગ્રેસ…