આંધ્રમાંથી ચોરેલો ચાર કરોડનો રક્તચંદનનો જથ્થો ગુજરાતના પાટણમાંથી પકડાયો…

Patan News: હાલમાં ચંદનની ચોરી પર બનેલી પુષ્પા-2 (Pushpa 2) ફિલ્મ ધૂમ મચાવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ ચંદન ચોરીના બનાવો પ્રકાશમાં આવ્યાં છે. વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ચંદનના બે ઝાડ ચોરાઈ ગયા હોવાની ઘટના બન્યા બાદ હવે ઉત્તર ગુજરાતના પાટણમાં રક્તચંદનની તસ્કરીનો પર્દાફાશ થયો હતો. આંધ્રપ્રદેશથી ચોરાયેલા આશરે 4 કરોડની કિંમતના રક્તચંદનનો જથ્થો પાટણથી પકડાયો હતો.
આ પણ વાંચો : Khyati Caseમાં કાર્તિક પટેલને લઈ થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગેરકાયદેસર રીતે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો હતો. આંધ્રપ્રદેશની પોલીસ બાતમીના આધારે પાટણ પહોંચી હતી. પાટણ પોલીસને સાથે રાખીને હાજીપુરના એક ગોડાઉનમાંથી આશરે ચાર કરોડની કિંમતના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા.
આ પણ વાંચો : મોરબીમાં KFCની ફ્રેન્ચાઇઝી આપવાને બહાને રૂ. 38.32 લાખની છતરપિંડી
કરોડોના રક્તચંદનની ચોરીના બનાવમાં આંધ્રપ્રદેશ પોલીસ તપાસ કરી રહી હતી. પકડાયેલા આરોપીઓએ પાટણ સુધી ચોરીના ચંદનનું વેચાણ કર્યુ હોવાનું કબૂલ્યું હતું. જેથી આંધ્રપ્રદેશની પોલીસની ટુકડી સવારે પાટણ પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી હાજીપુરના ગોડાઉનમાંથી ચંદનના લાકડાં કબ્જે કર્યા હતા.