ઉદવાડા-વાપી સ્ટેશન વચ્ચે આરઓબીનું ગર્ડર બેસાડવા માટે પ. રેલવેમાં બ્લોક, અનેક ટ્રેનોને થશે અસર
પ. રેલવે પર આવતા ઉદવાડા-વાપી સ્ટેશનો વચ્ચે રોડ ઓવર બ્રિજના નિર્માણ માટે બો સ્ટ્રિંગ ગર્ડરના કામકાજ માટે અને અતુલ-વલસાડ વચ્ચે ગર્ડરના કામકાજ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને અસર થશે. પશ્ચિમ રેલવે દ્વારા આબ્લોકની તારીખ જાહેર કરવામાં આવી છે, જે મુજબ આગામી 21, 22 અને 24, ઓક્ટોબર અને 1લી, 4, 8, 9 અને 11 નવેમ્બર, 2024ના રોજ ઉદવાડા-વાપી સ્ટેશનો વચ્ચે રોડ ઓવર બ્રિજના નિર્માણ માટે બો સ્ટ્રિંગ ગર્ડરના કામકાજ માટે અને અતુલ-વલસાડ વચ્ચે ગર્ડરના કામકાજ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોક અપ-ડાઉન મેઇન કમ્બાઇન લાઇન પર લેવામાં આવશે, જેને કારણે કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત થશે.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
જે ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કે રદ થશે તેની યાદી
1) ટ્રેન નંબર 20908/20907 ભુજ – દાદર સયાજીનગરી એક્સપ્રેસ વલસાડ સુધી જ દોડશે અને એ જ ટ્રેન વલસાડ સ્ટેશનેથી જ ભુજ જવા માટે ઉપડશેો. વલસાડ અને દાદર વચ્ચે 3જી નવેમ્બર, 2024 એક્સ ભુજ અને 4થી નવેમ્બર, 2024 એક્સ દાદરના રોજ શરૂ થનારી મુસાફરી માટે આંશિક રીતે રદ કરવામાં આવશે.
2) ટ્રેન નંબર 09154/09153 વલસાડ – ઉમરગામ રોડ મેમુ સ્પેશિયલ 4 નવેમ્બર, 2024ના રોજ રદ રહેશે.
નીચેની ટ્રેનો વિલંબથી ઉપડશેઃ-
1) ટ્રેન નંબર 20907 દાદર – ભુજ સયાજીનગરી એક્સપ્રેસ 21મી, 22મી અને 24મી ઓક્ટોબર અને 9મી અને 11મી નવેમ્બર, 2024ના રોજ 55 મિનિટ મોડી ઉપડશે.
2) ટ્રેન નંબર 20908 ભુજ – દાદર સયાજીનગરી એક્સપ્રેસ 21મી, 22 અને 24મી ઓક્ટોબર અને 9મી અને 11મી નવેમ્બર, 2024ના રોજ 45 મિનિટ અને 1લી અને 8મી નવેમ્બર, 2024ના રોજ 30 મિનિટ મોડી ઉપડશે.
3) ટ્રેન નંબર 12926 અમૃતસર – મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ 21, 22 અને 24 ઑક્ટોબર અને 9 અને 11 નવેમ્બર, 2024ના રોજ 30 મિનિટ અને 1 અને 8 નવેમ્બર, 2024ના રોજ 20 મિનિટ અને ચોથી નવેમ્બરે આ ટ્રેન દોઢ કલાક મોડી ઉપડશે.
4) ટ્રેન નંબર 16588 બિકાનેર – યશવંતપુર એક્સપ્રેસ 21મી ઑક્ટોબર અને 11મી નવેમ્બર, 2024ના રોજ 25 મિનિટ અને 4થી નવેમ્બર, 2024ના રોજ 1 કલાક 10 મિનિટ મોડી ઉપડશે.
5) ટ્રેન નંબર 19028 જમ્મુ તાવી – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 22 ઓક્ટોબર, 2024 ના રોજ 25 મિનિટ મોડી ઉપડશે.
6) ટ્રેન નંબર 12996 અજમેર – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 1લી અને 8મી નવેમ્બર, 2024 ના રોજ 30 મિનિટ મોડી દોડશે.
7) ટ્રેન નંબર 14806 બાડમેર – યશવંતપુર એક્સપ્રેસ 1લી અને 8મી નવેમ્બર, 2024ના રોજ 25 મિનિટ મોડી ઉપડશે.
8) ટ્રેન નંબર 09055 બાંદ્રા ટર્મિનસ – ઉધના સ્પેશિયલ 1લી નવેમ્બર, 2024 ના રોજ 40 મિનિટ મોડી ઉપડશે.
9)ટ્રેન નંબર 19015 દાદર – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 4 નવેમ્બર, 2024 ના રોજ 50 મિનિટ મોડી દોડશે.
10) ટ્રેન નંબર 09145 મુંબઈ સેન્ટ્રલ – બરૌની સ્પેશિયલ 4 નવેમ્બર, 2024 ના રોજ 30 મિનિટ મોડી દોડશે.
11) ટ્રેન નંબર 22954 અમદાવાદ – મુંબઈ મધ્ય ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 4 નવેમ્બર, 2024 ના રોજ 1 કલાક મોડી દોડશે.
12) ટ્રેન નંબર 02134 જબલપુર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 9મી નવેમ્બર, 2024 ના રોજ 1 કલાક મોડી દોડશે