Railway News : ઉદવાડા-વાપી સ્ટેશન વચ્ચે 21મી ઓક્ટોબરથી 11મી નવેમ્બર સુધી બ્લોક, 12 ટ્રેનો મોડી પડશે, મુસાફરોને હાલાકી
![Block between Udwada-Vapi station from today to 11th Nov](/wp-content/uploads/2024/10/Vapi.webp)
અમદાવાદઃ દિવાળીના સમયગાળામાં જ પશ્ચિમ રેલવે(Railway News)દ્વારા ઓવરબિજ, સ્ટ્રિંગ ગડર લોન્ચિંગનું કામ હાથ પર લીધું હોવાના કારણે મુંબઈ સેન્ટ્રલ વિભાગમાં ઉદવાડા-વાપી સ્ટેશન વચ્ચે બ્લોક લેવાતા ટ્રેનોના સંચાલનને અસર થશે. 21, 22 અને 24 ઓક્ટોબર તેમજ તારીખ 1,4,8,9 અને 11 નવેમ્બરે બ્લોક હોવાથી આ રૂટની આવતી-જતી 12 ટ્રેનોમાંથી કેટલીક આંશિક રદ થઈ છે. કેટલીક ટ્રેનો દોઢ કલાક સુધી મોડી પડશે. ત્યારે તહેવારોના સમયે બહાર ફરવા નીકળેલા રેલવેના મુસાફરોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડશે.
સેન્ટ્રલ પશ્ચિમ એકસપ્રેસ 30 મિનિટ મોડી પડશે.
પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ 3જી નવેમ્બરે ભુજથી તેમજ 4થી નવેમ્બરે દાદરથી ઉપડનારી ભુજ-દાદર સયાજીનગરી એક્સપ્રેસ વસલાડ સુધી જ દોડાવાશે. વલસાડ અને દાદર વચ્ચે રદ રહેશે. 4થી નવેમ્બરની વલસાડ-ઉમરગામ રોડ઼ મેમુ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે. 21, 22 અને 24મી ઓક્ટોબરથી 9મી અને 11મી નવેમ્બરની દાદર-ભુજ સયાજીનગરી એક્સપ્રેસ 55 મિનિટ, અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એકસપ્રેસ 30 મિનિટ મોડી પડશે. 4થી નવેમ્બરની આ ટ્રેન દોઢ કલાક મોડી પડશે.
Also Read – ઉદવાડા-વાપી સ્ટેશન વચ્ચે આરઓબીનું ગર્ડર બેસાડવા માટે પ. રેલવેમાં બ્લોક, અનેક ટ્રેનોને થશે અસર
અજમેર-બાન્દ્રા ટર્મિનસ અડધો કલાક મોડી પડશે
4થી નવેમ્બરે ભુજ-દાદર સયાજીનગરી એક્સપ્રેસ 45 મિનિટ મોડી દોડશે તેમજ તારીખ 1લી અને 8મી નવેમ્બરે આ ટ્રેન 30 મિનિટ મોડી પડશે. 21મી ઓક્ટોબર અને 11મી નવેમ્બરની બિકાનેર-યશવંતપુર એક્સપ્રેસ 25 મિનિટ મોડી પડશે. તારીખ 4થી નવેમ્બરની આ ટ્રેન સવાર કલાક મોડી પડ઼શે. 22મી ઓક્ટોબરની જમ્મુતવી-બાન્દ્રા ટર્મિનસ 25 મિનિટ મોડી પડશે. 1લી અને 8મી નવેમ્બરની અજમેર-બાન્દ્રા ટર્મિનસ અડધો કલાક મોડી પડશે.