આપણું ગુજરાતટોપ ન્યૂઝ

પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા કચ્છ-બનાસકાંઠા સહીત કેટલાક જીલ્લાઓમાં બ્લેક આઉટ લાગુ…

નવી દિલ્હી: પાકિસ્તાની સૈન્ય દ્વારા યુદ્ધવિરામનું ઉલંઘન કરાયા બાદ અગાઉ રદ કરાયેલા બ્લેકઆઉટ કેટલાક જીલ્લામાં ફરી લાગુ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા ભારતના અનેક વિસ્તારોમાં ગોળીબાર અને ડ્રોન હુમલા ફરી શરૂ કર્યા કર્યા છે. જમ્મુમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું છે. ગુજરતના કચ્છ અને બનાસકાંઠામાં પણ બ્લેક આઉટ ફરી લાગુ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે.

ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ કચ્છના કેટલાક વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા છે. જેને ધ્યાનમાં રાખીને સમગ્ર કચ્છ જીલ્લામાં બ્લેક આઉટ લાગુ કરવામાં આવ્યું છે. તેમણે લોકોને સતર્ક અહેવામાં માટે અપીલ કરી છે.

આ ઉપરાંત બનાસકાંઠાના 24 ગામમાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે.

જમ્મુ અને કાશ્મીરના કટરા અને ભવનમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે.
પંજાબના પઠાણકોટ અને ગુરદાસપુરમાં બ્લેકઆઉટ ફરી લાગુ કરવામાં આવ્યું છે. ભટિંડામાં પણ હવાઈ હુમલાની ચેતવણી તરીકે સાયરન વગાડવામાં આવ્યા છે. પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં રાત્રે 9:30 વાગ્યે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. પંજાબ બર્નાલા અને સંગરુર જિલ્લામાં રાત્રે 9 થી 11 વાગ્યા સુધી ફરીથી બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. લુધિયાણાના ડીસી દ્વારા સ્વૈચ્છિક બ્લેકઆઉટ વિનંતી જાહેર કરવામાં આવી છે.

પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન શરૂ કર્યા પછી, રાજસ્થાનના બાલોત્રાના રહેવાસીઓને ઘરની અંદર રહેવા અને બ્લેકઆઉટ પ્રોટોકોલનું કડક પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્રે લોકોને સતર્ક અને સુરક્ષિત રહેવા જાણ કરી હતી. તાત્કાલિક અસરથી, રહેવાસીઓને તેમના ઘરની બધી લાઇટ બંધ કરવાની અને બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. રાજસ્થાનના જેસલમેરમાં બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button