યુદ્ધ વિરામ બાદ જામનગર, કચ્છ અને દ્વારકામાં જાહેર કરાલેય બ્લેક આઉટ રદ, કલેક્ટરે કરી જાહેરાત…

કચ્છ, જામનગર, દ્વારકાઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર વિરામ આવ્યો છે. અમેરિકાએ કરેલી દખલ બાદ બન્ને દેશો યુદ્ધ વિરામ માટે સહમત થયા છે. હવે સ્થિતિ સામાન્ય થાય તેવું લાગી રહ્યું છે. થોડાક કલાકો પહેલા જામનગર અને કચ્છના અનેક ગામો અને શહેરોમાં બ્લેક આઉટ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે, રાત્રે 8 વાગ્યાથી સવારે વાગ્યા સુધી સંપૂર્ણ બ્લેક આઉટ રાખવામાં આવશે. પરંતુ યુદ્ધ વિરામની જાહેરાત બાદ બ્લેક આઉટ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર, દ્વારકા, ઓખા, મીઠાપુર અને બેટ દ્વારકા અને કચ્છમાં સંપૂર્ણ બ્લેક આઉટની જાહેરાત કરવામાં આવી હતી. રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી અંધારપટ રહેવાનો હતો. પરંતુ કચ્છના કલેક્ટરે એક્સ પર પોસ્ટ કરીને જાહેર કરતા લખ્યું કે, આજે રાત્રે બ્લેક આઉટની આપેલી સૂચનાનો અમલ કરવાનો રહેતો નથી.
જામનગરના કલેક્ટરે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, હાલની પરિસ્થિતિને તેમજ છેલ્લી સૂચનાઓને ધ્યાને લઈ જામનગરમાં આજે (તારીખ 10-05-2025) લાગુ કરાયેલ બ્લેકઆઉટ રદ્દ કરાયેલ છે. તમામને તકેદારીના ભાગરૂપે સાવચેત રહેવા તથા જરૂર જણાયે કંટ્રોલરૂમનો સંપર્ક કરવા વિનંતી છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો જામનગર, કચ્છ અને દ્વારકા સાથે સાથે બનાસકાંઠાના વાવ તથા સુઇગામના ગામોમાં પણ બ્લેક આઉટ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્લેક આઉટ રદ્દ કરવાનો નિર્ણય ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામ સહમતી બાદ લેવામાં આવ્યો છે. પહેલા લોકોને રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યાં સુધી સંપૂર્ણ બ્લેટ આઉટ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેને રદ્દ કરવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ભારત અને પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામ અંગે સહમતી તો આપી છે, પરંતુ શુ પાકિસ્તાન તેની નાપાક હરકતો ઓછી કરશે? તે એક પ્રશ્ન બની રહેશે.