ભાજપનું મિશન 2024 શરૂ, આ નેતાઓને સોંપાઈ વિવિધ જવાબદારી

અમદાવાદઃ એક તરફ INDIA ગઠબંધનમાં હજુ બેઠકની વહેંચણી અને સંયોજક મામલે હુસાતુસી ચાલે છે તો બીજી બાજુ ભાજપ સકારાત્મક મહોલ હોવા છતાં પણ જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. લોકસભાની ચૂંટણી માટે ભાજપ ક્યારીય કામે લાગી ગઈ છે અને પોતાના નેતાઓને પણ જવાબદારી સોંપી કામે લગાડી રહી છે. ગુજરાત ભાજપનો ગઢ છે અને અહીં છેલ્લી બે ટર્મથી ભાજપ 26માંથી 26 લોકસભાની બેઠક જીતી રહ્યું છે, પરંતુ તૈયારી અને મજબૂત સંગઠન ભાજપની કાર્યશૈલીનો એક ભાગ છે અને આથી ભાજપે ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી સંદંર્ભે વિવિધ સમિતિ રચી મિશન લોકસભા એક્ટિવેટ કરી નાખ્યું છે.
લોકસભાની 26 બેઠકની ચૂંટણી માટે ભૂતપૂર્વ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, આર.સી. ફળદુને જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે વિધાનસભ્ય અમિત ઠાકર અને નરહરિ અમીનને પણ વિવિધ જિલ્લાની જવાબાદરી સોંપવામાં આવી છે.
આ સાથે અન્ય પક્ષમાંથી નેતાઓને ભાજપમાં લેવા તેમ જ સમાજમાં મોટું નામ ધરાવતા લોકોને પણ પક્ષમા જોડવા માટે જવાબદારીઓ સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. છઠ્ઠી જન્યુઆરીએ કેન્દ્રીય પ્રધાન અમિત શાહ ગુજરાત આવવાના છે ત્યાર બેઠકોનો દૌર ફરી .યોજાશે અને આગળની રણનીતિ તૈયાર થશે.