આપણું ગુજરાત

ભાજપના જે. પી. નડ્ડા સહિત રાજ્યસભાના ચાર ઉમેદવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠક પર ભાજપના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ ગુજરાતથી ફોર્મ ભર્યુ હતું. આ ઉપરાંત ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયા, જશવંતસિંહ પરમાર અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયક રાજ્યસભાની ઉમેદવારી નોેંધાવી હતી.

રાજ્યસભાની ઉમેદવારી કરવા માટે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે, મને ગુજરાત સાથે જોડાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મને ગુજરાતથી રાજ્યસભાના સાંસદની ઉમેદવારી કરવાની તક મળી તે બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છું. રામ મંદિર વિશે તેમણે જણાવ્યું હતું કે, રામલલ્લાનું મંદિર નિર્માણ થયુ તે સૌભાગ્યની વાત છે. રાજ્ય સભાના ફોર્મ ભરતાં પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે ચાર હજાર જેટલા કાર્યકરો હાજર રહ્યા હતા. ફોર્મ ભરતાં પહેલા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સચિવાલય ગેટ નંબર સાતથી માંડીને વિધાનસભા સુધી ઢોલ નગારા સાથે રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં ભાજપના અગ્રણી નેતાઓ, ધારાસભ્ય, પ્રધાનો અને પૂર્વ પ્રધાનો પણ હાજર રહ્યા હતા. ગુજરાત વિધાનસભામાં ભાજપની ૧૫૬ સીટની બહુમતી છે. જેથી રાજ્યસભાની ચાર સીટ બિનહરીફ જાહેર થાય તેવી સ્થિતિ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાત રાજ્યસભાની ૧૧ બેઠકમાંથી બે બેઠક બિનગુજરાતીના ફાળે ગઈ છે. જેમાં ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને વિદેશ પ્રધાન એસ. જયશંકરનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી કૉંગ્રેસના પ્રતિનિધિત્વની વાત કરીએ તો વર્ષ ૨૦૨૬ બાદ એક પણ કૉંગ્રેસી રાજ્યસભામાં નહીં હોય. હાલ એકમાત્ર સાંસદ શક્તિસિંહ ગોહિલ કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમનો કાર્યકાળ પણ જૂન ૨૦૨૬માં પૂર્ણ થશે. ભાજપ તરફથી રાજ્યસભામાં સંતુલન જાળવવા માટે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતને સાચવી લેવાનો પ્રયાસ કરાયો છે. એક લેઉવા પટેલ અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી બે ઓબીસીને તક આપવામાં આવી છે. ગુજરાતની ચારેય રાજ્યસભાની બેઠકો ભાજપના ફાળે જવાની છે. અત્યાર સુધી બે બેઠક ભાજપ અને બે બેઠક કોંગ્રેસ પાસે હતી. જોકે સંખ્યાબળના અભાવે કૉંગ્રેસે ફોર્મ નહીં ભરવાની જાહેરાત કરી છે. હવે ૧૫૬ ધારાસભ્યોની સંખ્યા હોવાથી આ ચારેય બેઠક પર ભાજપનો કબજો રહેશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત