ભાજપની આબરૂના લીરેલીરા: ભાજપના જ નેતા વરિષ્ઠ નેતાને લાફા ઝીંકી મારી નાખવાની ધમકી
ભુજ: ભાજપની આબરૂનું સરાજાહેર ચીરહરણ કરનારી આ ઘટના અંગે જાણવા મળેલી વિગતો મુજબ, શહેરની જૂની પોસ્ટ ઑફિસ ડેલીમાં રહેતા મુંદરાના પૂર્વ સરપંચ અને શૈક્ષણિક ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ ધર્મેન્દ્ર જેસરના રાત્રીના નવ વાગ્યા બાદ નરેન્દ્ર તેના સાગરીત સાથે આવ્યો હતો જેના હાથમાં લોખંડની પાઈપ હતી.નરેન્દ્રએ દરવાજાને ખખડાવતાં ધર્મેન્દ્રભાઈના પત્નીએ દરવાજો ખોલ્યો ત્યારે ઉશ્કેરાયેલા નરેન્દ્રએ હુમલો કરવા ઘરની અંદર ઘૂસવા પ્રયાસ કર્યો હતો અને પતિ-પત્નીને ભૂંડી ગાળો ભાંડીને ધર્મેન્દ્રભાઈને લાગલગાટ બે ફડાકા ઝીંકી દીધાં હતાં અને જાનથી મારી નાખવાની ધમકી આપી, જોર બતાવીને ત્યાંથી જતો રહ્યો હતો.
| Also Read: Ahmedabadના નારોલમાં ફેક્ટરીમાં ગેસ ગળતર થતાં બે કર્મચારીના મોત, ચારની તબિયત ગંભીર
ઘટના અંગે જેસરે અજાણ્યા સાગરીત સાથે ગેરકાયદે ગૃહ અપપ્રવેશ, ભૂંડી ગાળો ભાંડી પોતાના તથા પત્ની સાથે મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો આચર્યો હોવાની મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
| Also Read: Diwali પૂર્વે સુરતના ઉઘના રેલવે સ્ટેશન પર વતન જવા મુસાફરોની ભારે ભીડ
દરમ્યાન, કચ્છ ભાજપ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ મોબાઈલ બંધ કરીને અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા મુંદરા શહેર ભાજપમાં ઉપ પ્રમુખપદે રહેલ આરોપી નરેન્દ્ર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયો હતો અને તે મુંદરાના પૂર્વ પાલિકા પ્રમુખ રહેલા કિશોરસિંહ પરમારનો કૌટુંબિક ભત્રીજા છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી શિસ્તના પાઠ ભણાવનારા આ પક્ષે હજુ સુધી નરેન્દ્ર વિરુધ્ધ કોઈ પગલાં નથી લીધાં.