સંઘપ્રદેશોની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર બિનહરીફ થતાં મતદાન પહેલા જ ભાજપનો કેસરીયો લહેરાયો

દમણ: સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ કેસરીયો લહેરાવ્યો હતો. ૨૧ ઓક્ટોબરે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખ સમાપ્ત થયા બાદ જાહેર થયેલા ચિત્ર મુજબ, દમણમાં મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભાજપની બિનહરીફ જીત થઈ હતી, દમણ જિલ્લા પંચાયતની કુલ ૧૬ બેઠકોમાંથી ૧૦ બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થયું હતું. દમણ નગરપાલિકાની કુલ ૧૫ બેઠકોમાંથી ૧૨ બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થતા હવે માત્ર હવે માત્ર ૩ વોર્ડમાં જ ચૂંટણી યોજાશે.
આપણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વહેલી થવાના એંધાણ? એકસાથે 50,000 નવા EVMનો ઓર્ડર અપાયો
દમણની ૧૬ ગ્રામ પંચાયતોમાંથી ૯ ગ્રામ પંચાયતો ભાજપ સમર્થિત સરપંચ બોડી સાથે ‘સમરસ’ જાહેર થઈ હતી. બાકીની ૭ સરપંચ પદની બેઠકો માટે ચૂંટણી યોજાશે.
સેલવાસ નગરપાલિકામાં કુલ ૧૫ બેઠકોમાંથી ૧૪ બેઠકો તેમજ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની કુલ ૨૬ બેઠકોમાંથી ૧૭ બેઠકો પર ભાજપ બિનહરીફ જીત્યું હતું.