Gujarat માં ભાજપની આજે સમીક્ષા બેઠક, બનાસકાંઠા બેઠકના હારના કારણો ચર્ચાશે
અમદાવાદ : ગુજરાતમાં લોકસભા ચૂંટણી પરિણામોમાં 26 માંથી 25 બેઠકો જીતનાર ભાજપના પદાધિકારી આજે સમીક્ષા બેઠક યોજશે. રાજ્યમાં સતત બે લોકસભા ચૂંટણીમાં 26 બેઠકમાંથી 26 બેઠક મેળવનાર ભાજપ હેટ્રીક ચૂકી ગયું છે. બનાસકાંઠા બેઠક ભાજપને ગુમાવવાનો વારો આવ્યો છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વિજયી બન્યા છે. જેને ભાજપ માટે સેટબેક માનવામાં આવે છે. તેમજ રાજ્યની બીજી 25 લોકસભા બેઠકો પર પાંચ લાખની લીડથી જીતવાનો લક્ષ્યાંક પણ પૂર્ણ થયો નથી. તેવા સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને આજે સમીક્ષા બેઠક યોજાઇ રહી છે.
બનાસકાંઠામાં ભાજપની હારના કારણો અંગે ચર્ચા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ સહિત સંગઠનના પદાધિકારીઓ હાજર રહેશે. આ બેઠકમાં ભાજપના તમામ સાંસદો, શહેર જીલ્લાના પ્રભારીઓ અને પ્રમુખો પણ હાજર રહેશે. જેમાં બનાસકાંઠામાં ભાજપની હારના કારણો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
બેઠકો પર પણ કેમ લીડ ઘટી તેના કારણોની ચર્ચા
આ ઉપરાંત દરેક બેઠક પાંચ લાખની લીડથી જીતવાનો લક્ષ્યાંક પણ પૂર્ણ થયો નથી. આ બેઠકો પર પણ કેમ લીડ ઘટી તેના કારણોની ચર્ચા થશે. આ બેઠકમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના પાંચ ધારાસભ્યો પણ હાજર રહેશે.
Also Read –