બનાસકાંઠા સીટ પરથી ભાજપના રેખાબેન ચૌધરીને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આપશે ટક્કર | મુંબઈ સમાચાર
આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

બનાસકાંઠા સીટ પરથી ભાજપના રેખાબેન ચૌધરીને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આપશે ટક્કર

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ભાજપની જીતને રોકવા માટે તેના લોકપ્રિય અને વફાદાર ધારાસભ્યોને ચૂંટણી મેદાનમાં ઉતારશે તેવું માનવામાં આવી રહ્યું છે. જેમ કે બનાસકાંઠા લોકસભા સીટપરથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નામ નક્કી મનાય છે. આ સીટ પર ભાજપે અગાઉથી જ ડો. રેખાબેન ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા છે. જો ગેનીબેન પણ આ ચૂંટણી જંગમાં ઝંપલાવે છે તો ભાજપ અને કોગ્રેસની મહિલા નેતાઓ વચ્ચે જંગ જામશે.

વાવના ધારાસભ્ય ઠાકોર સમાજ અને અન્ય પછાત જાતિઓમાં સારી લોકપ્રિયતા ધરાવે છે. કોંગ્રેસ તરફથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સતત બે ટર્મથી વિધાનસભાની ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા ગેનીબેન ઠાકોરે શિવ મંદિરમાં દર્શન બાદ ચૂંટણી લડવા મુદ્દે નિવેદન આપ્યું છે. ગેનીબેને કહ્યું કે જો કોંગ્રેસ હાઈકમાન્ડ ટિકિટ આપશે તો બનાસકાંઠા બેઠક પર લોકસભા લડવા અને જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 195 નામોની પ્રથમ યાદી જાહેર કરી છે. હવે કોંગ્રેસ પણ લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરવા જઈ રહી છે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુરુવારે (7 માર્ચ 2024) મોડી રાત સુધી ચાલી હતી, જેમાં ઘણા નામોને મંજૂરી આપવામાં આવી છે અને આજે (8 માર્ચ 2024) કોંગ્રેસની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી શકે છે

Back to top button