ભાજપ પરાણે પ્રિત કરાવે છે, લોકો સદસ્ય બનવા રાજી નથી.

રાજકોટ: સમગ્ર ભારત ભરમાં ભારતીય જનતા પક્ષની સદસ્યતા ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે ગઈકાલે રાજકોટ ખાતે રણછોડદાસજી આંખની હોસ્પિટલે દાખલ દર્દીઓને રાત્રે ઉઠાડી તેમના મોબાઈલ માંથી ઓટીપી લઈ અને તેમને સદસ્ય બનાવવાની ઘટના એ રાજકીય ભૂકંપ સર્જ્યો છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ દોશી એ તેને વિપક્ષની કોઈ ચાલ તરીકે આક્ષેપ કર્યો છે તો પ્રદેશ કોંગ્રેસ સેક્રેટરી મહેશ રાજપૂતે ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે લોકો ભાજપથી વિમુખ થઈ ગયા છે મોંઘવારી ચરમસીમાએ છે. સામેથી કોઈ સભ્ય થવા તૈયાર ના હોય જુદા જુદા પેંતરાઓ અજમાવી કાર્યકરો પોતાનો ટાર્ગેટ પૂરો કરવા મથે છે.
આ પણ વાંચો : રાજકોટમાં મીઠાઇ બાદ હવે ખાદ્ય તેલ પર ફૂડ વિભાગની તવાઈ
સરકારી તંત્ર પણ તેમાં મહદ અંશે મદદરૂપ થતું હોય તેવો આક્ષેપ પણ મહેશ રાજપૂતે કર્યો હતો.
સામાન્ય લોકોના ઘરમાં જઈને ધરાહાર સભ્ય બનાવાય છે એક ઘટનામાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો તેમાં પણ ફરિયાદ કરનારને પોલીસ તંત્રએ ધમકાવ્યો પરંતુ કસૂરવાર સત્તાધારી પક્ષનો હોય તેની પર પગલા લેવામાં ન આવ્યા. આવો પણ આક્ષેપ કરવામાં આવ્યો.
સમગ્ર મામલે હાલ સદસ્યતા અભિયાન ટ્રેન્ડ કરી રહ્યું છે.