આવતીકાલથી બે દિવસ સુધી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક: ઉમેદવારોના નામો પર થશે ચર્ચા

અમદાવાદઃ રાજ્યમાં 16મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ભાજપે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં મૂરતિયા નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી 29 અને 30 જાન્યુઆરીએ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે જેમાં મૂરતિયાના નામો પર ચર્ચા કરાશે, ત્યારબાદ ઉમેદવારોના નામની યાદી જાહેર કરાશે.
મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન પર બેઠક
નગરપાલિકા અને મનપાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન પર 29 અને 30 જાન્યુઆરીએ ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ પાટીલ સહિત બોર્ડના સભ્યો હાજર રહેશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા રજૂ કરવામાં આવેલા નામો પર બેઠકમાં ચર્ચા કરાયા બાદ ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
Also read: લોકસભા ચૂંટણી: ભાજપના ચારથી વધુ સાંસદોની ટિકિટ કપાશે?
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. અહીં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. મનપા અને ન.પા.ની સામાન્ય ચૂંટણીની સાથે જ કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.