આપણું ગુજરાતરાજકોટ

Gujaratમાં ભાજપના જ સાંસદે ગરીબોને અપાતા અનાજની ખોલી પોલ, જુઓ વીડિયો…

Rajkot News: ગુજરાત ભાજપના સાંસદ રામભાઈ મોકરીયાએ પુરવઠા વિભાગની પોલ ખોલી હતી. જેને લઈ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. રાજ્યસભાના ભાજપના સાંસદ રામભાઈ મોકરીયાએ જીલ્લા કલેકટર સમક્ષ મોદી સરકારની યોજના અંતર્ગત ગરીબોને મળતા મફત અનાજની યોજનામાં ભેળસેળ વાળા અનાજનું વિતરણ થતા તેના નમુનાઓ રજૂ કરતા ખળભળાટ મચી ગયો હતો. સામાન્ય રીતે સત્તાધારી પક્ષના કોઈપણ ચૂંટાયેલા નેતાઓ તંત્ર કે સિસ્ટમની વિરુદ્ધ રજૂઆત કરતા નથી. ભાજપના નેતા અને સાંસદ રામ મોકરીયા પહેલેથી જ સ્પષ્ટ વક્તા અને બાજુ પર મુકાઈ ગયેલા કે ભુલાઈ ગયેલા પ્રશ્નોને વાંચા આપવા માટે જાણીતા છે. તેમના જણાવ્યા અનુસાર સરકારની મફત અનાજ મળી રહે તે માટેની યોજનામાં ગરીબ પરિવારો સુધી પહોંચતું આ અનાજ કેવી ગુણવત્તા ધરાવે છે તેની રજૂઆત કરી હતી કે આવું ખરાબ અનાજ લોકો કઈ રીતે ખાઈ શકે? તેવો સવાલ કર્યો છે.

ભાજપના સાંસદ રામ મોકરીયાએ જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં જ પુરવઠા વિભાગની પોલ ખોલી નાખતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં સન્નાટો પ્રસરી ગયો હતો. રામ મોકરીયાએ ગરીબોને અપાતા સરકારી સસ્તા અનાજમાં થતી ભેળસેળનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ જિલ્લા કલેકટરની પુરવઠા બેઠકમાં તડાફડી મચી હતી.

કયા કયા અનાજના નમૂના રજૂ કર્યા

સાંસદે આપેલા નમુનામાં ઘઉં, ચોખા, દાળ, ચણાની ઓછી ગુણવત્તા હોવાનું તથા તેમાં જીવાત હોવાનું સામે આવ્યું હતું. તેમણે સારા અનાજનું વિતરણ કરવા અને તપાસ કરી રિપોર્ટ સોંપવા માગ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button