ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી ભાજપના નેતાઓ પર કર્યા આક્ષેપો…

અમદાવાદઃ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી પોતાના જ પક્ષ ભાજપ પર આક્ષેપો કર્યા હતા. કોઈ નેતા કે વ્યક્તિનું નામ લીધા વિના તેમણે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળી ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે આ પહેવીલાર નથી, અગાઉ પણ વસાવાએ પોતાના જ પક્ષ વિરુદ્ધ આક્ષેપો કરતા પત્રો લખ્યા છે અને તે જાહેર પણ થઈ ચૂક્યા છે.
નર્મદા જિલ્લાના પક્ષના કાર્યાલયમાં જ તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી અને આક્ષેપો કર્યા હતા કે છેલ્લા કેટલાક સમયથી આપની ટીમ ઠેર ઠેર પોતાના એજન્ટો મૂકે છે અને વિકાસના કામોની નાની નાની ભૂલો કાઢી સોશિયલ મીડિયામાં વાતો વહેતી કરે છે અને પછીથી અધિકારીઓ પાસેથી કોઈપણ રીતે તોડ કરે છે.
વસાવાએ એમ પણ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારમાં બધા જ રાજકીય પક્ષોની મિલીભગત છે. જોકે વસાવાએ એકપણ નેતાનું નામ આપ્યું ન હતું કે ખુલીને કોઈ વિગતો આપી ન હતી.
આ પણ વાંચો…ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણી પૂર્વે સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આક્ષેપઃ રાજકારણમાં ગરમાવો



