Gujarat માં ભાજપના ધારાસભ્યો એ જ તંત્ર પર કર્યા Corruptionના આક્ષેપ

અમદાવાદ : ગુજરાતના(Gujarat)રાજકોટના સર્જાયેલા અગ્નિકાંડ અને ત્યાર બાદ કથિત રીતે અધિકારીઓ અને રાજકારણીઓની સાંઠગાંઠથી થયેલા ભ્રષ્ટ્રાચારની(Corruption)પોલ સતત સામે આવી રહી છે. જેમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ભ્રષ્ટ્રાચાર ફૂલફાલ્યો હોવાનો આક્ષેપ સતત વિપક્ષ કરી રહ્યો છે. જો કે આ દરમ્યાન ભાજપના નેતાઓ પણ વિપક્ષના આક્ષેપ સાથે સૂર પુરાવતા હોય તેમ સરકારી અધિકારી વિરુદ્ધ મોરચો માંડી રહ્યા છે.
માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટરને પત્ર લખ્યો
જેમાં ભાજપના વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટરને પત્ર લખીને એનએ થયેલી જમીનના ખોટા હુકમ પરત લેવા અને પ્રીમિયમ વાળી જમીનમાં થયેલી ગેરરીતીની તપાસ કરવા જણાવ્યું છે. જેમાં સરકારી જમીન અન્ય લોકોને પધરાવી દેવાના કેસો પણ સામે આવ્યા છે. જે અંગે તપાસ કરીને જવાબદાર અધિકારીઓને પકડીને તેમની સામે કાર્યવાહી કરવા અપીલ કરી છે.
માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભ્રષ્ટ્રાચારના આક્ષેપ કર્યા
આ ઉપરાંત ગુજરાતમાં ભાજપના જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે..જેમાં તેઓ અધિકારીને જમીન પર બેસાડી ઉધડો લઇ રહ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અને તેમના સહયોગી અધિકારીઓના અણઘડ વહીવટથી ત્રાસેલા ધારાસભ્ય પોતે જમીન પર બેસી ગયા હતા. જેમાં ધારાસભ્ય ચીફ ઓફિસરને ખોટી રીતે હરાજી યોજી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે. વીડિયોમાં ચીફ ઓફિસર માફી પણ માંગતા જોવા મળે છે.
Also Read –