આપણું ગુજરાતટોપ ન્યૂઝ

નાફેડના ચેરમેન તરીકે ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ બિનહરીફ, મોહન કુંડારિયાના અરમાન પર પાણી ફર્યું

અમદાવાદ: દેશના સહકારી ક્ષેત્રની મહત્વની સંસ્થા નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ના ચેરમેન તરીકે વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે, નાફેડની ચૂંટણી ગઈકાલે દિલ્લીમાં યોજાઈ હતી. નાફેડમાં ડાયરેક્ટરની ચૂંટણી માટે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ગુજરાતના બે સહિત કુલ 21 ડિરેક્ટરો માટે મતદાન કર્યું હતું. જેમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત ગુજરાતના બે ડિરેક્ટરોએ મતદાન કર્યું હતું,.ડિરેક્ટરની ચુંટણીમાં જેઠાભાઈની પેનલને બહુમતી મળી હતી. જે બાદમાં જેઠાભાઈ ભરવાડની પેનલ અને ચંદ્રપાલ સિંહની પેનલ વચ્ચે સહમતી બની હતી. ડિરેક્ટરની ચૂંટણીમાં પૂર્વ સાંસદ મોહન કુંડારિયા બિન હરિફ જીત્યા હતાં.

આ પણ વાંચો: રાજકોટમાં 10 રૂપિયાનો સિક્કો સ્વીકારવામાં આનાકાની: કલેકટરે બહાર પાડ્યું ફરમાન

ઉલ્લેખનીય છે કે નાફેડમાં કુલ 21 ડિરેક્ટરો ચેરમેન અને વાઇસ ચેરમેન નક્કી કરતા હોય છે. જોકે જેઠાભાઈ ભરવાડની પેનલ અને ચંદ્રપાલ સિંહની પેનલ વચ્ચે સહમતી બનતા નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી કરવામાં આવી છે. નાફેડના ચેરમેન પદ માટે મોહન કુંડારિયાને પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા, જો કે જેઠાભાઈ ભરવાડ અંતે બાજી મારી ગયા હતા. નાફેડની ચૂંટણીમાં જેઠા ભરવાડની જીત સાથે જ સૌરાષ્ટ્રનો દબદબો ખતમ થયો અને મધ્ય ગુજરાતનું પ્રભુત્વ વધ્યું હોવાનું સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું માનવું છે.

રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ પણ NAFEDના ચેરમેનપદ માટે ચૂંટણી લડવા તૈયારી દર્શાવી હતી. મોહન કુંડાકિયાએ જણાવ્યું હતું કે, ‘પાર્ટી આદેશ આપશે તો હું ઉમેદવારી કરીશ. મેન્ડેટ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે.’ અત્યારે આ સંસ્થાના ચેરમેન તરીકે ઉત્તર પ્રદેશના બીજેન્દ્રસિંહ અને વાઈસ ચેરમેન તરીકે બિહારના સુનીલસિંહ છે.

15 મે ના રોજ નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરિફ જાહેર થયા હતા. તે સમયે નાફેડની ચૂંટણીમાં એક બેઠક માટે 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.આ ચૂંટણીમાં ચાર ઉમેદવારો અમરત દેસાઈ, મહેશ પટેલ, જશવંત પટેલ,મગન વડાવીયાએ સમજાવટ બાદ ઉમેદવારી પત્ર પરત ખેંચતા નાર્ફેડનાં ડિરેક્ટર તરીકે મોહન કુંડારિયા બિનહરીફ થયા હતા.

નાફેડ માટે ભાજપના સાંસદ મોહન કુંડારિયા, પંચમહાલના જેઠા ભરવાડ, આણંદના તેજસ પટેલ, બનાસકાંઠાના અમૃત દેસાઈ, કપડવંજના જસવંત પટેલ, મોરબીના મગન વડાવિયા, હિંમતનગરના મહેશભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. 15 મે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો.

આ પણ વાંચો: Surat માંથી નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું, 9 લાખના દરની નોટો જપ્ત

પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચનારા જેઠાભાઈ ભરવાડ પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક સતત 6 ટર્મથી જંગી બહુમતીથી જીત્યા છે. તેઓ વર્ષ 1998થી વર્ષ 2022 એમ સળંગ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. જો કે જેઠાભાઈ ભરવાડ સતત અનેક વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. જેઠા ભરવાડ હાલમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે, સહકારી ક્ષેત્રમાં જેઠા ભરવાડનું નામ હોવાની સાથે તેઓ સ્થાનિક રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા નેતા છે. તેઓ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક અને ડેરીના ચેરમેન પદે પણ હાલમાં કાર્યરત છે.પંચમહાલ ડેરીમાં ભાજપના જ નેતા ભૂપેન્દ્રસિંહ સોલંકીને હરાવીને ચેરમેન બન્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ