Gujarat માં પાંચ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીના પરિણામોના વલણમાં ભાજપ આગળ
ગુજરાતની(Gujarat)25 લોકસભા બેઠકના ચૂંટણી પરિણામો(Loksabha Election Result) સાથે રાજ્યની પાંચ વિધાનસભા ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠકના પેટા- ચૂંટણીના(Assembly By Poll)પરિણામો પણ આવશે. જેમાં મતગણતરીના અત્યાર સુધીના વલણમાં ભાજપના (BJP)ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
અર્જુન મોઢવાડિયા 29, 400 કરતા વધારે મતથી આગળ
જેમાં હાલ સુધી પોરબંદર વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા 29, 400 કરતા વધારે મતથી આગળ છે. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ 8170 કરતા વધારે મતથી આગળ છે. જ્યારે વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 20,840 મતથી આગળ ચાલી રહ્યા છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી.જે. ચાવડા 5,450થી વધારે મતથી આગળ છે.
પોરબંદર બેઠક પરથી અર્જૂન મોઢવાડિયા મેદાનમાં
જેમાં કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા સિનિયર કોંગ્રેસી નેતાને
અર્જૂન મોઢવાડિયાને ભાજપે ટિકિટ આપી હતી. જ્યારે વિજાપુર બેઠક પરથી પણ ભાજપે પૂર્વ કોંગ્રેસી નેતા સીજે ચાવડાને ટિકિટ આપી છે. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી છે. માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપી હતી. જ્યારે ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.
જ્યારે કોંગ્રેસે પોરબંદર બેઠક પરથી રાજુ ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા છે. વિજાપૂર બેઠક પરથી કોંગ્રેસે દિનેશ પટેલ ને, વાઘોડિયા બેઠક પરથી કનુભાઈ ગોહિલને, માણાવદર બેઠક પરથી હરિભાઈ કણસાગરાને ટિકિટ આપી હતી. જ્યારે ખંભાત બેઠક પરથી મહેંદ્રસિંહ પરમાર પેટા-ચૂંટણી લડ્યા હતા.
લોકસભામાં ભાજપ 24 અને કોંગ્રેસ 1 બેઠક પર આગળ
આ ઉપરાંત, ગુજરાતમાં 25 લોકસભા બેઠક માટે મતગણતરી ચાલી રહી છે. જેમાં મતગણતરીમાં પ્રથમ બે કલાકમાં ચૂંટણી પરિણામોના સામે આવેલા વલણ મુજબ ભાજપ 24 અને કોંગ્રેસ 1 બેઠક પર આગળ ચાલી રહી છે. જેમાં પ્રથમ બે કલાકમાં અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, રાજકોટ, છોટાઉદેપુર, પોરબંદર, ખેડા, વલસાડ, નવસારી, બેઠક પર ભાજપને એક લાખથી વધુની લીડ મળી છે.
Also Read –