આણંદ (ચરોતર)આપણું ગુજરાતટોપ ન્યૂઝ

આણંદમાં ભાજપના નેતાએ પરિણીતા સાથે આચર્યું દુષ્કર્મ, પાર્ટીમાંથી સસ્પેન્ડ

આણંદઃ અહીંની નગરપાલિકાના ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના કાઉન્સિલરે એક પરિણીતા સાથે દુષ્કર્મ આચરવાના કિસ્સાએ પાર્ટીની ઊંઘ હરામ કરી નાખી. પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની લોકોને જાણ થતા એકઠા થઈ આરોપીને માર મારીને ઘરમાં પૂરી દીધો હતો.

અન્ય ટોળાએ સ્થાનિક રહીશોને માર મારી ધમકી આપી આરોપીને છોડાવી ગયા હતા. આ ઘટનાની પોલીસે ભાજપના કાઉન્સિલર સામે ફરિયાદ નોંધવાનો ઈનકાર કરતા ટોળાએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો.

બાદમાં પોલીસે નમતું જોખીને આખરે કાઉન્સિલર દીપુ પ્રજાપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. પાર્ટીની ગરિમાને નુકસાન પહોંચાડવા તેમ જ શિસ્ત ભંગ બદલ ભાજપે દુષ્કર્મ આચરનાર કાઉન્સિલરને સસ્પેન્ડ કરી દીધો છે.

દરમિયાન પરિણીતાના પરિવારને માર માર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલર દિલીપ પ્રજાપતિ પોતાના વોર્ડમાં આવેલા પ્રજાપતિ વાસમાં વારંવાર જતો હતો. ત્યારે તેણે પરિણીતાનો મોબાઈલ નંબર લીધો હતો અને ત્યાર બાદ વારંવાર મોબાઇલથી વાતો કરવા સાથે મેસેજ પણ મોકલતો હતો.

જાનથી મારી નાખવાની ધમકી
દરમિયાન છ મહિના અગાઉ તેણે પરિણીતાના ઘરમાં જઈને બળજબરીથી દુષ્કર્મ આચરી અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ધમકીના લીધે પરિણીતા ગભરાઈ ગઈ હતી અને પોતાના પરિવારજનોને જણાવ્યું નહોતું. ત્યાર બાદ પરિણીતાએ દીપુ પ્રજાપતિ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. જોકે, દીપુ પ્રજાપતિએ તેને વારંવાર મારી સાથે વાતચીત કેમ કરતી નથી એવું કહીને ધમકીઓ પણ આપી હતી.

લોકોએ રોષે ભરાય ઘરમાં પૂર્યો
દરમિયાન શનિવારે મોડી રાત્રે 11:30 વાગે ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ પરિણીતાના ઘરમાં જઈ એકલતાનો લાભ લઈને પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. તે વખતે પતિ આવી જતા બૂમો પાડતા આજુબાજુના રહેવાસીઓ ભેગા થઈ ગયા હતા. બાદમાં લોકોએ ભેગા મળીને દીપુ પ્રજાપતિને માર મારીને ઘરમાં પૂરી દીધો હતો.
આ અંગેની જાણ થતાં દીપુ પ્રજાપતિના બંને ભાઈઓ અને તેમના સાગરિતો લાકડી, પાઈપ જેવા હથિયાર લઈને દોડી આવ્યાં હતાં અને પરિણીતાના પરિવારજનો સાથે મારામારી કરી, દીપુ પ્રજાપતિને લઈ ગયાં હતાં. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકો મારામારી કરતા સ્પષ્ટ દેખાય છે.

Also Read – સુરતમાં જમાઈને ફસાવવા સસરાએ રચ્યું ષડયંત્ર, જાણો સસરાના પરાક્રમનો ચોંકાવનારો કિસ્સો

લોકોના આક્રોશ બાદ માંડ નોંધાઈ ફરિયાદ
ત્યારે ટોળાએ પોલીસ મથકે હોબાળો મચાવ્યા બાદમાં પોલીસે આખરે કાઉન્સિલર દીપુ પ્રજાપતિ સામે પરિણીતાની ફરિયાદને આધારે દીપુભાઇ ગોરધનભાઇ પ્રજાપતિ, દીપુભાઈના બંને ભાઈઓ અને સાતેક સાગરિતો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button