સુરત બેઠક બિનહરીફ થતાં ભાજપના નેતા ડો.ભરત કાનાબારે કર્યો કટાક્ષ, સોશિયલ મિડીયા પોસ્ટ વાયરલ
સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જીત સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. બુધ્ધીજીવીઓ સોશિયલ મીડિયા પર લોકશાહીનું અધ:પતન થયું હોવાનું કહીં રહ્યા છે. સુરત સીટ જીતવા માટે ભાજપે જે પ્રકારે નૈતિકતા નેવે મુકી તેને લઈને ભાજપના જ નેતાઓ જ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. જેમ કે ભાજપના જ નેતા એવા અમરેલી ભાજપના પૂર્વ અધ્યક્ષ ડો.ભરત કાનાબારે સોશિયલ મીડિયામાં જબરદસ્ત કટાક્ષ કર્યો છે. તેમની આ પોસ્ટ રાજકીય વર્તુળોમાં ખૂબ વાયરલ થઈ છે.
ડો.ભરત કાનાબાર સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, કે નિલેશ કુંભાણીએ દેશને નવો રાહ ચીંધ્યો છે ! ચૂંટણીમાં અંદરો અંદર લડવાનો ફાયદો શું ? ચૂંટણીમાં થતો કરોડો રૂપિયાનો ખર્ચ બચાવવા દેશને જરૂર છે 543 નીલેશ કુંભાણીઓની !!
ભરત કાનાબારે તેમની આ પોસ્ટના માધ્યમથી કટાક્ષ કર્યો કે કુંભાણીની ઉમેદવારી રદ્દ થવી એ માટે કુંભાણીએ જ સેટિંગ કર્યું હતું. આ સાથે જ એમ પણ લખ્યુ કે ચૂંટણીમાં થતો કરોડો રૂપિયાનો ખર્ચો બચાવવા દેશને 543 કુંભાણીની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે ડો.ભરત કાનાબાર આમ પણ તેમની પોસ્ટના કારણે ચર્ચામાં રહેતા હોય છે, જેમ કે ડો. ભરત કાનાબારે ઘણીવાર પોતાની સરકારને અરિસો બતાવી ચૂક્યા છે. આ ઉપરાંત સિસ્ટમમાં ચાલતી લાલીયાવાડીને લઈને પણ ડો. ભરત કાનાબાર સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ વ્યક્ત કરતા રહે છે. આજે ફરી એકવાર ભાજપના નેતાએ કોઈ શેહશરમ રાખ્યા વગર ટ્વિટને ચર્ચામાં આવ્યા છે.