કેન્દ્રની ભાજપ સરકારે માત્ર 3 લાખ મેટ્રિક ટન નિકાસની છૂટ આપીને ખેડૂતોને છેતર્યા: કૉંગ્રેસ
અમદાવાદ: ગુજરાતના અને દેશના ડુંગળી પકવતા ખેડૂતોને ભાજપે નિકાસબંધી કરીને ખૂબ મોટો અન્યાય કર્યા બાદ હવે જ્યારે ખેડૂતોનો રોષ ભભૂકી ઊઠ્યો છે અને સામે ચૂંટણી દેખાય છે ત્યારે માત્ર 3 લાખ મેટ્રિક ટન નિકાસની છૂટ આપીને એવો પ્રચાર શરૂ કર્યો છે કે જાણે ખેડૂતો ઉપર કોઈ મોટી મહેરબાની કરી દીધી હોય તેમ કેન્દ્ર સરકારની ડુંગળી નિકાસની મંજૂરીની જાહેરાતને ગેરમાર્ગે દોરનારી અને લોલીપોપ સમાન ગણાવી હોવાનું ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
શક્તિસિંહે વધુમાં જણાવ્યું હતું કે હકીકતમાં દેશમાં ડુંગળીનું ઉત્પાદન 230 લાખ ટનથી પણ વધારે છે અને દુનિયાના સૌથી વધારે ડુંગળી પકવતા દેશોમાં આપણો દેશ બીજા ક્રમે આવેલો છે. સૌથી વધુ ડુંગળી પકવતા દેશોમાં પ્રથમ ક્રમે ચીનનું સ્થાન છે અને બીજા ક્રમે ભારતનું સ્થાન છે, તેવા સંજોગોમાં ખેડૂતોને માત્ર ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપ્યા બાદ ગુમરાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસથી આપણા દેશના ખેડૂતોને કોઈ જ ફાયદો થવાનો નથી. શક્તિસિંહે ઉમેર્યું હતું કે ડુંગળી પકવતા ખેડૂતોને આ વર્ષે થોડો ફાયદો થાય તેવી આશા બંધાઈ હતી અને દુનિયાના બજારને નજરમાં રાખતા સ્પષ્ટ જણાતું હતું કે આ વખતે ડુંગળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે અને લાભ થઈ શકશે, પરંતુ ભાજપ સરકારે ઓગસ્ટ-2023માં જ ડુંગળીની જે નિકાસ થતી હતી તેના પર 40 ટકા નિકાસ કર નાખી દીધો હતો, જેના કારણે નિકાસ ઉપર વિપરીત અસર થઈ અને ખેડૂતોને જે ભાવ મળવા જોઈતા હતા તે મળતા બંધ થયા હતા. ત્યારબાદ ડિસેમ્બર-2023થી ડુંગળીની સંપૂર્ણ નિકાસબંધી કરી દેવાતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી થઈ છે. ઉ