સુરત માં ભાજપ બન્યું બિનહરીફ ? જાણો કઈ રીતે કોંગ્રેસે ગુમાવી બેઠક

આગામી 7મી એ લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું હતું અને આશરે 16 લાખ મતદારો પોતાના સાંસદને ચૂંટવા મતદાન કરવાના હતા. પરંતુ કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીની એક ભૂલના કારણે પાર્ટીએ આ સીટ ગુમાવવાનમો વારો આવ્યો છે. કોંગ્રેસ પક્ષનું ફોર્મ રદ્દ થયા બાદ અન્ય વિપક્ષી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે સુરત બેઠક ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ બની છે. અત્યારની સ્થિતિને જોતાં આગામી 7મીએ સુરતમાં મતદાન થશે નહીં પરંતુ ચૂંટણી પંચ પરિણામ 4 જૂનના રોજ જ જાહેર કરશે.
તો મનમાં એ સવાલ અચૂક થાય કે એવું શું બન્યું કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારની ઉમેદવારી રદ્દ થઈ અને ભાજપના નેતા મુકેશ દલાલના ખોળામાં આ સીટ કઈ પણ કર્યા વિના જ આવી ગઈ. કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી અને ડમી ઉમેદવાર સુરેશ પડસાળા બંને ઉમેદવારોના ફોર્મ રદ કરાયા છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયું હતું કે, કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પર ટેકેદારો દ્વારા જે સહી કરવામાં આવી હતી તેને પોતે ટેકેદારોએ જ ફેક ગણાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ફોર્મ પર કરાયેલી સહી તેમની નથી ત્યારબાદ ભાજપના ચૂંટણી એજન્ટ દ્વારા વાંધા અરજી કરવામાં આવી હતી અને અરજીની સુનાવણી બાદ આખરે સુરત ચૂંટણી અધિકારીએ બંને ફોર્મ રદ્દ કર્યા છે.
કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીના ફોર્મ રદ્દ થયા બાદ એકપછી એક વિપક્ષી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા હતા. અંતે બસપાનાં ઉમેદવાર પ્યારેલાલે આજે ફોર્મ ખેંચી લેતા, ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ માટે મેદાન બિનહરીફ બની ચૂક્યું છે. આથી હવે આગામી સમયમાં સુરતમાં ચૂંટણી યોજવાની નથી.
કોંગ્રેસ ઉમેદવારે આ મામલે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જઈને પણ તેઓ જિલ્લા ચૂંટણી અધિકારીના નિર્ણયને પડકારશે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને લઈને ભાજપે વાંધા અરજી દાખલ કરી હતી અને ત્યારબાદ નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ ઉમેદવારી ફોર્મમાં થયેલ હસ્તાક્ષરોને સંદિગ્ધ માનીને ફોર્મ રદ કર્યું હતુ