આપણું ગુજરાત

નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી, જુનાગઢને મળશે મેયર

અમદાવાદઃ રાજ્યની 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી હતી. જુનાગઢ મહાનગરપાલિકામાં પણ મેયર સહિતના પદાધિકારીઓ પસંદ કરવામાં આવશે. તારીખ 25 ,26 ,27 એમ ત્રણ દિવસ પસંદગીની કાર્યવાહી ચાલશે. જ્યારે 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. 1 માર્ચ બાદ તમામ પાલિકાને પ્રમુખ અને જુનાગઢ મહાનગરપાલિકાને મેયર મળશે.

Also read: ઉત્તરાખંડમાં કોંગ્રેસને ફટકોઃ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ભાજપમાં જોડાયા

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કબ્જો જમાવ્યો હતો. ભાજપે કુલ 60 બેઠકોમાંથી 48 બેઠકો પર વિજય મેળવ્યો હતો. કૉંગ્રેસને 11 બેઠકો પર જીત મળી હતી અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી.

તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. 60 નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો હતો. જ્યારે કૉંગ્રેસના ખાતામાં એક માત્ર સલાયા પાલિકા આવી હતી. પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ પાલિકામાં ધારાસભ્ય કાંધલ જાડેજાનો દબદબો રહ્યો હતો. આ બંને નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની જીત થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button