આપણું ગુજરાતટોપ ન્યૂઝ

આખરે કડી અને વિસાવદર બેઠક પર ભાજપે જાહેર કર્યા પોતાના ઉમેદવાર: જાણો કોને મળી ટિકિટ

કડી બેઠક પર ચાવડા vs ચાવડા

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા પેટા ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે લાંબા સસ્પેન્સ બાદ ભારતીય જનતા પાર્ટીએ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ વિસાવદર બેઠક પરથી કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કડી વિધાનસભા બેઠક પરથી રાજેન્દ્ર ચાવડા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

ઉલ્લેખનીય છે કે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલીયાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર પાટીદાર મતોનું પ્રભુત્વ હોઈ રાજકીય પાર્ટીઓ આ બેઠક પર પાટીદાર કાર્ડ ખેલવા જઈ રહી છે. પરંતુ આમ આદમી પાર્ટી સાથે પત્તુ ફાડીને ભાજપનો ખેસ ધારણ કરનારા ભુપત ભાયાણીને ટિકિટ આપવામાં ન આવતા રાજકીય અટકળોનું બજાર તેજ બન્યું છે. ભુપત ભાયાણી, હર્ષદ રીબડીયા સહિતના નેતાઓનું પત્તુ કપાયું છે.વિસાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના નામ પર સસ્પેન્સ યથાવત રહ્યું છે.

કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે રમેશ ચાવડાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હવે ભાજપે પસંદગીનો કળશ રાજેન્દ્ર ચાવડા પર ઢોળ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button