આપણું ગુજરાત
Gujarat Congressનો આધાર માત્ર આ બે બેઠક

અમદાવાદઃ બે ટર્મથી એક પણ બેઠક માટે તરસી રહેલી ગુજરાત કૉંગ્રેસ આ ચૂંટણીમાં પણ ખાતું ખોલશે કે નહીં તે કહેવું હાલમાં મુશ્કેલ છે. ગુજરાતની બે બઠક બનાસકાંઠા અને પાટણ પર કૉંગ્રેસ આગળ છે, પરંતુ મતોની સરસાઈ ઘણી ઓછી છે. બનાસકાંઠામાં કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર 3000ની લીડથી ફરી આગળ છે.
તેઓ સવારથી આગળ ચાલી રહ્યા હતા, પરંતુ દસેક વાગ્યા બાદના ડ્રેન્ડ્સમાં ભાજપનાં ઉમેદવાર રેખાબેન ચૌધરી આગળ નીકળી ગયા હતા, પરંતુ હવે ફરી ગેનીબેન 3000 મતથી આગળ ચાલી રહ્યા છે. તો પાટણમાં ચંદનજી ઠાકોર આગળ છે જોકે તેઓ 7000 મતની જ લીડ ધરાવે છે. કૉંગ્રેસના અમિત ચાવડા, હીરાબાઈ જોટવા શરૂઆતી ટ્રેન્ડમાં આગળ હતા, પરંતુ હવે તેઓ ઘણા પાછળ રહી ગયા હોવાથી તેમની જીતની શક્યતા નહીવત છે.