અમદાવાદઆપણું ગુજરાત

ઉડતા પંખીની કંઈ ગણતરી થાય? હા, થઈ અને ગુજરાતમાં પક્ષીઓની વસ્તીઓનો મળ્યો આ આંકડો

અમદાવાદઃ આકાશમાં વિહરતા પક્ષીઓને ગણવાનું કામ કેટલું અઘરું છે તે કહેવાની જરૂર નથી. આ કામ ગુજરાતમાં થયું છે અને રાજ્યમાં વીસ લાખ પક્ષી હોવાનું જાણવા મળ્યું છે. આ જટિલ કામ ગુજરાત વન વિભાગે કર્યું છે અને તેમના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ પ્રજાતિ અને કચ્છમાં સૌથી વધુ પક્ષી હોવાનું જાણવા મળ્યું છે.

વન વિભાગ દ્વારા જાહેર કરાયેલા બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ 2023-24માં ગુજરાતમાં અંદાજે 20 લાખ પક્ષી હોવાનું જાહેર કરાયું છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 456 પક્ષીઓની વિવિધ પ્રજાતિ નોંધાઇ છે. કચ્છમાં સૌથી વધુ 4.56 લાખ પક્ષીઓની સંખ્યા નોંધાઇ છે. અમદાવાદ જિલ્લામાં કુલ 3.65 લાખ પક્ષીઓની ગણતરી કરાઇ છે. તેમાં 3.62 લાખથી વધુ પક્ષી માત્ર નળ સરોવરના છે. નર્મદા જિલ્લો પાણી અને વનરાજીથી ભરપૂર હોવા છતાં પક્ષીઓની સંખ્યા ફક્ત 556 નોંધાઇ છે.

ક્યાં કેટલા પક્ષી અને ક્યાં કેટલી પ્રજાતિ
કચ્છમાં 161 પ્રજાતિઓના કુલ 4,56,881 પક્ષીઓ, જામનગરમાં 221 પ્રજાતિઓના કુલ 4,11,552 પક્ષીઓ, અમદાવાદમાં 256 પ્રજાતિઓના કુલ 3,65,134 પક્ષીઓ, બનાસકાંઠામાં 103 પ્રજાતિઓના કુલ 1,73,881 પક્ષીઓ, મહેસાણામાં 190 પ્રજાતિઓના કુલ 1,11,611 પક્ષીઓ, ભાવનગરમાં 194 પ્રજાતિઓના કુલ 72,730પક્ષીઓ, દેવભૂમિ દ્વારકામાં પ્રજાતિઓના 456 કુલ 47,013 પક્ષી, વડોદરામાં 128 પ્રજાતિઓના કુલ 29,849 પક્ષીઓ, ગીર સોમનાથમાં 80 પ્રજાતિઓના કુલ 23,224 પક્ષીઓ, પાટણમાં 71 પ્રજાતિઓના કુલ 21,537 પક્ષીઓ, સાબરકાંઠામાં 62 પ્રજાતિઓના કુલ 4,635પક્ષીઓ, આણંદમાં 53 પ્રજાતિઓના કુલ 1,701 પક્ષીઓ, ખેડામાં 42 પ્રજાતિઓના કુલ 7,297 પક્ષીઓ, રાજકોટમાં 63 પ્રજાતિઓના કુલ 4,139 પક્ષીઓ, નર્મદામાં 44 પ્રજાતિઓના કુલ 556 પક્ષીઓ નોંધાયા છે. વન વિભાગના સર્વેક્ષણ દરમિયાન 300થી વધુ પક્ષી પ્રજાતિનું દસ્તાવેજીકરણ પણ કરવામાં આવ્યું છે. ગુજરાત તેની વિવિધ ઇકો સિસ્ટમના કારણે પક્ષીઓની વૈવિધ્યતને આકર્ષે છે તેના કારણે સ્થાનિક અને યાયાવર-વિદેશી પક્ષીઓના હોટ સ્પોટ તરીકે જાણીતું છે.

આ પણ વાંચો : અમદાવાદ ડિવિઝનથી ચાલતી/પસાર થતી 3 ટ્રેનો આંશિક ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

50 હજારથી વધુપક્ષીઓ ધરાવતા હોટસ્પોટ
ગુજરાતમાં સ્થિત નળ સરોવર, નડાબેટ, બોરિયાબેટ, થોર વગેરે જેવાં સ્થળો અંદાજે 50 હજારથી પણ વધુ સ્થાનિકો તથા યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓના હોટસ્પોટ તરીકે જાણીતા થયાં છે. જેમાં નળ સરોવરમાં 3,62,641 પક્ષી, તોરણીય, જોડિયામાં 1,59,331 પક્ષી, થોળમાં 1,11,611 પક્ષી, નડાબેટમાં 1,02,020 પક્ષી, બોર્ડર રોડ, કચ્છમાં 90,225 પક્ષી, INS વાલસુરા રોડ, જામનગરમાં 73,631 પક્ષીઓનો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Back to top button
એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો