આપણું ગુજરાતનેશનલ

Bilkis Bano case: રાહુલ ગાંધી, પ્રિયંકાએ આવકાર્યો કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ ગુજરાતમાં થયેલા વર્ષ 2002ના ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલી હિંસા દરમિયાન બિલ્કીસ નામની એક 21 વર્ષીય ગર્ભવતી મહિલા પર સામૂહિક બળાત્કાર થયો હતો તેમ જ તેમનાં પરિવારના સાત સભ્યોની હત્યા થઈ હતી. આ બિલ્કીસ બાનો કેસ હજુ સુધી એક યા બીજી રીતે ચાલી રહ્યો છે અને તેના રાજકીય પડઘા પણ પડે છે. બિલ્કીસ બાનો કેસમાં 11 આરોપીઓને 2008માં જન્મટીપની સજા મળી હતી, પરંતુ વર્ષ 2022માં ગુજરાત સરકારે તેમને રિમિશન પોલિસી હેઠળ જેલમુક્ત કર્યા હતા. જેના વિરોધમાં બિલ્કીસ બાનો સહિત ત્રણ અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આ અરજીની 11 લાંબી સુનાવણી બાદ આજે જે ચુકાદો આવ્યો છે તે ગુજરાત ભાજપ માટે એક મોટા ફટકા સમાન છે ત્યારે સ્વાભાવિક રીતે તેના રાજકીય પ્રત્યાઘાતો પણ આવશે. કોર્ટના ચુકાદા બાદ વિરોધપક્ષોએ ભાજપ પર પ્રહારો કર્યા છે ત્યારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપને અહંકારી કહ્યો છે અને કોર્ટનો ચુકાદો ન્યાયની અને બિલ્કીસના સંઘર્ષની જીત છે તેમ કહ્યું હતું.

સોશિયલ મીડિયા નેટવર્ક સાઇટ પર પોસ્ટ શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું હતું કે આજે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી જ ખુલાસો થઈ ગયો છે કે ગુનેગારોના રક્ષક કોણ છે. બિલ્કીસ બાનોનો સંઘર્ષ અહંકારી ભાજપ સરકાર સામે ન્યાયની જીતનું પ્રતિક છે. રાહુલ ગાંધી ઉપરાંત તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેને ન્યાયની જીત ગણાવી છે. તેણે સોશિયલ મીડિયા સાઈટ X પર લખ્યું, આ આદેશથી ભારતીય જનતા પાર્ટીની મહિલા વિરોધી નીતિઓનો પર્દાફાશ થયો છે. આ પછી, ન્યાય પ્રણાલીમાં જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થશે. બહાદુરીપૂર્વક લડત ચાલુ રાખવા બદલ બિલ્કીસ બાનોને અભિનંદન.


આ ઉપરાંત પવન ખેરાથી માંડી ઘણા નેતાઓએ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. કોર્ટે તમામ આરોપીઓને બે અઠવાડિયામાં સરન્ડર કરવાનો આદેશ આપ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ