આપણું ગુજરાત

બિલિમોરાથી 30 લોકો 1430 કિમીની સફર ખેડીને જશે અયોધ્યા..

ગુજરાતના બિલિમોરાથી યુવાનો-યુવતીઓ મળીને કુલ 30 લોકો અયોધ્યા જવા માટે નીકળ્યા છે. બિલિમોરાથી અયોધ્યા સુધી 1430 કિલોમીટરના અંતરની તેઓ દોડ લગાવશે, તેમણે અત્યાર સુધીમાં 100 કિમીનું અંતર કાપી લીધું છે અને તેઓ ભરૂચ પહોંચી ગયા છે.

આ યુવાનોએ કહ્યું હતું કે તેઓ પોતાને ભાગ્યશાળી માને છે કે તેઓ રામમંદિરના કાર્યક્રમમાં સામેલ થવા જઇ રહ્યા છે. અયોધ્યા સુધી દોડ લગાવીને જવા અંગે તેમણે જવાબ આપ્યો હતો કે સમગ્ર ભારતમાં એકતા જળવાઇ રહે અને લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાય તેવા હેતુથી અયોધ્યા સુધી દોડતા જવાનું તેમણે નક્કી કર્યું છે. ત્યારબાદ ‘જય શ્રીરામ’ના નાદ સાથે તમામ લોકોએ ભરૂચથી આગળ પ્રસ્થાન કર્યું હતું.


અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરમાં આગામી 22 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે. પીએમ મોદી સહિત દેશવિદેશના મહાનુભાવોના આગમનને પગલે અયોધ્યામાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સ્થાનિક પોલીસનો કાફલો તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તો સતત તૈયારીઓનું નિરીક્ષણ કરી જ રહ્યા છે, તેની સાથે સરકારી એજન્સીઓ જેવી કે RAW, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની ટેકનોલોજીની પણ મદદ લેવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button