ખૂંટીયાઓની લડાઈથી બચવા ગયેલ બાઇક ચાલકનું પાછળથી આવતા ટ્રકની અડફેટથી મોત

રાજકોટ: કાલાવડ રોડ નજીક વીરડા વાજડીથી આગળ ન્યારી નદીના પુલ પાસે રોડ પર ઝઘડી રહેલા ખૂંટીયાથી દૂર બાઇક ચલાવવાનો પ્રયત્ન કરવા જતાં બે યુવાનો બાઇક પરથી ફંગોળાયા હતા. જેમાંથી એક યુવક પાછળથી આવી રહેલા ટ્રકની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બાઈકમાં સવાર એક વ્યક્તિને ઇજાઓ પહોંચી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટમાં મવડી ચોકડી પાસે રહેતા 30 વર્ષીય ચીરાગ જગદીશભાઈ ચીકાણી લોધીકા નજીક કંપનીમાં નોકરી કરે છે. તે મૂળ પોરબંદરનો રહેવાસી છે. જ્યારે આર્યનગર, સંતકબીર રોડ પર રહેતા 27 વર્ષીય નીતિન રાઠોડ પણ તેમની સાથે નોકરીમાં કામ કરે છે અને બંને મીટર છે. આથી બંને એક જ બાઇક પર કંપનીએ જવા નીકળ્યા હતા.
આ પણ વાંચો: આ વર્ષે રાજકોટ લોકમેળામાં રાઈડની સંખ્યા ઘટી; 18મીથી સ્ટોલ-પ્લોટનું ફોર્મ વિતરણ શરૂ
આ દરમિયાન ચિરાગ ચિકાણી બાઇક ચલાવી રહ્યો હતો. કંપનીએ જતાં હતા એ સમયે કાલાવડ રોડ ઉપર વીરડા વાજડી ગામથી આગળ ન્યારી નદીના પુલ પાસે બને પહોંચ્યા હતાં. આ સમયે પુલ નજીક બે ખૂંટીયા ઝઘડી રહ્યાં હોવાથી ચીરાગે થોડે દુર સાઈડમાંથી બાઈક હકારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાઈક સ્લીપ થઈ જતા બંને મિત્રો રસ્તા પર ફંગોળાઈ ગયા હતાં.
જો કે આ દરમિયાન ચિરાગને પાછળથી આવી રહેલા ટ્રકની અડફેટે વાગી જવાથી ગંભીર ઇજાઓ થઈ હતી અને અંતે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જો કે બાઇક સવાર નીતિન રાઠોડને ઇજાઓ પહોંચીએ હતી. આ ઘટનાની જાણ થતાં જ મેટોડા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી અને હાલ તે આ મામલે તપાસ કરી રહી છે.