આપણું ગુજરાતનેશનલ

અરે વાહ, બધા શિક્ષકો આટલી ધગશથી શિખવાડે તો, જૂઓ વાયરલ વીડિયો

ગુજરાતમાં આજકાલ એવા શિક્ષકોના કારનામા બહાર આવી રહ્યા છે જેઓ અમેરિકા-કેનેડા જેવા દેશોમાં વર્ષોથી સેટ થઈ ડૉલર કમાઈ છે, પરંતુ પોતે જે સરકારી સ્કૂલોમાં પહેલા નોકરી કરતા હતા તેનો પગાર પણ તૈયાર ભાણે લઈ લે છે. આ સાથે સ્કૂલમાં નિયમિત હાજર ન રહેતા, મોઢામાં પાન મસાલા ભરીને આવતા, બાળકોને મારતા, તેમના પાસે કામ કરાવતા કે તેમના અભ્યાસમાં કોઈપણ પ્રકારનું ધ્યાન ન આપતા શિક્ષકો વિશે આપણે જાણીએ છીએ અને કમનસીબે આ દેશની મોટાભાગની સરકારી સ્કૂલોની સ્થિતિ છે, ત્યારે બિહારની એક સ્કૂલની શિક્ષકા જે રીતે વિદ્યાર્થીઓને મન લગાવીને ભણાવે છે તે જોતા ગુરુ દેવો ભવઃનું સૂત્ર યાદ આવી જાય છે અને સારી શિક્ષિકા ઈચ્છે તો બાળકના ભવિષ્યને ઊજળું બનાવવામાં કેટલો મહત્વનો ભાગ ભજવી શકે તે સમજાય છે.

ખૂશ્બુ નામની આ શિક્ષિકાનો એક વીડિયો વાયરલ થયો છે. તેની શિક્ષણની રસપ્રદ પદ્ધતિની કેન્દ્ર સરકારના અધિકારીએ નોંધ લીધી છે.

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઓએસડી સંજય કુમારે વાયરલ થયેલા બાંકાના કટોરિયા બ્લોક સ્થિત પ્રૌન્નત મિડલ સ્કૂલ કાથૌનની મહિલા શિક્ષકના કાર્યક્રમના વીડિયોની પ્રશંસા કરી છે. ભારત સરકાર દ્વારા આયોજિત ચહક કાર્યક્રમમાં શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. જે બાળકો નિયમિત સ્કૂલે નથી આવતા તેમને સ્કૂલ સુધી ખેંચી લાવવા આ અભિયાન હાથ ધરાયું છે.

https://twitter.com/i/status/1822276986636582953

ખુશ્બુ નામની યુવાન શિક્ષિકાનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં તે બાળકોને માત્રા શિખવાડી રહી છે. બાળકો સાથે નાચતા નાચતા, એક્શન કરતા કરતા તે બાળકોને શિખવાડી રહી છે અને બાળકો પણ તેને સાથ આપી રહ્યા છે.

ખુશ્બુના વીડિયો સાથેની પોસ્ટમાં પણ તેણે કહ્યું છે કે બાળકો સાથે બાળક બનવું પડે અને આમ કરીને મનને શાંતિ અને આનંદ મળે છે.

ખરેખર દરેક જો પોતાના વ્યવસાયને રસપૂર્વક નિભાવે તો શિક્ષણ હોય કે ગમે તે ક્ષેત્ર હોય લોકોને ગુણવત્તાવાળી સેવા મળી શકે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button