આપણું ગુજરાત

અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતને લઈ મોટો ખુલાસો!

રિક્ષાચાલક પ્રેમીએ કરી હતી આત્મહત્યા માટે મજબુર

અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં એક મહિલા કોંન્સ્ટેબલની આત્મહત્યાને લઈ મોટો ઘટસ્ફોટ થયો છે. એવું જાણવા મળ્યું છે કે મૃતક લલીતા પરમારને તેના જ ગામના એક પરિણીત પુરૂષ સાથે પ્રેમ સંબંધ હતો. લલીતાબેન પરમારે આત્મહત્યા કર્યાના સમાચાર મળતા પ્રેમ જસવંત રાઠોડે પણ આત્મહત્યા કરી લીધી છે.

અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોંન્સ્ટેબલ લલીતા પરમારે તેના ઘરે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી બાદમાં તેના મૃતદેહ પાસેથી પોલીસને સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે મોતના કારણો અંગે જણાવ્યું હતું.

લલીતા પરમારે સ્યુસાઈડ નોટમાં શું લખ્યું હતું?

પોલીસ કોન્સ્ટેબલ લલિતાબેન પરમારે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે ‘હું આત્મહત્યા કરવા મજબૂર બની છું, કારણ કે હું મારા જીવનથી કંટાળી ગઈ છું, મારાથી મોટી ભૂલ થઈ છે, જે હું સુધારી શક્તી નથી. જસવંત મને નોકરી કરવા દેતો નથી અને મને બરાબર જીવવા પણ દેતો નથી, તે મારી સાથે ગાળાગાળી કરે છે, જસવંત રાઠોડે મારું જિંદગી બરબાદ કરી નાખી છે.

મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ કરી હતી આત્મહત્યા

મૃતક લલિતા પરમારનું પોસ્ટિંગ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં થયું હતું. તે છેલ્લા બે મહિનાથી અહીં કામ કરતી હતી. પરંતુ તેના પરિણીત પ્રેમી જસવંત રાઠોડને લલિતાની પોલીસમાં નોકરી પસંદ ન હતી. તે તેના પર નોકરી છોડવા માટે દબાણ કરતો હતો. પોલીસકર્મી જસવંત રાઠોડ લલિતા પર સતત શંકા રાખતો હતો. એટલું જ નહીં, લલિતાનું અન્ય કોઈ પુરુષ સાથે અફેર છે કે કેમ તે જોવા માટે તે વીડિયો કોલ દ્વારા આખી રાત તેની જાસૂસી કરતો હતો. જેના કારણે લલિતા માનસિક રીતે ખૂબ જ પરેશાન હતી.

પોલીસે આરોપી પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી

ઉલ્લેખનીય છે કે આરોપી જસવંત રાઠોડ અને લલિતા એક જ ગામના રહેવાસી છે. લલિતા તેના કરતા 10 વર્ષ મોટા પરિણીત જસવંતના પ્રેમમાં હતી. બંનેનું છેલ્લા 19 વર્ષથી અફેર હતું. જસવંતને બે બાળકો છે, છતાં જશવંતને લલિતા સાથે પ્રેમ સંબંધ હતો. રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરતા જસવંતને ગમતું નહોંતું કે તેની પ્રેમિકા લલિતા પોલીસમાં નોકરી કરે. ગર્લફ્રેન્ડના મોત બાદ બોયફ્રેન્ડ જસવંતે પણ આત્મહત્યા કરી લેતા ગામ હડકંપ મચી ગયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button