આપણું ગુજરાતપાટણ

પાટણ બાળ તસ્કરી મામલે શું થયો મોટો ઘટસ્ફોટ?

પાટણઃ પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘટસ્ફોટ થયો છે. નકલી ડોક્ટર સહિત ત્રણેય આરોપી હાલ રિમાન્ડ પર છે. આ દરમિયાન આરોપીઓએ પોલીસ સમક્ષ અન્ય એક બાળકને દાદરથી કામલપૂર જવાના બ્રિજ નીચે દાટી દીધું હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરને સાથે રાખી પેનલ ડોક્ટર, એફએસએલ અધિકારી સમી મામલતદાર અને પંચો સાથે દાદર નજીક નદીના પટમાં પહોંચ્યા હતા. જ્યાં બાળક દાટવામાં આવ્યું હતું તે સ્થળ સુરેશ ઠાકોરે પોલીસને બતાવતાં ત્યાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં મીઠું પાથરેલું મળી આવતાં પોલીસને મૃતદેહ મળવાની આશા બંધાઈ હતી. આશરે એકાદ કલાક જેટલો સમય ખોદકામ બાદ પણ બાળકીનો મૃતદેહ ન મળતાં કામગીરી બંધ કરવામાં આવી હતી.

આ પણ વાંચો…BZ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને નેતા બનવું હતું, પણ…

આ પછી ડૉગ સ્કવૉડની મદદ લેવામાં આવી હતી. ડૉગે સ્મેલ આધારે આસપાસના વિસ્તારમાં આંટા ફેરા માર્યા હતા પરંતુ સફળતા મળી નહોતી. જેથી એસોજી પોલીસે તપાસ માટે તે સ્થળ પરથી મળેલું મીઠું અને માટી કબજે લઈને પરત ફરી હતી. મૃતદેહ ના મળતાં અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button