સુરતમાં યુવકની ચાર આંગળી કપાઈ જવા મુદ્દે થયો મોટો ખુલાસો, જાણીને ચોંકી જશો…

સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં ચાર દિવસ પેહલા એક વ્યક્તિની ચાર આંગળી કપાઈ જવાનો રહસ્યમય મામલે મોટો ખુલાસો થયો છે. યુવકે જ પોતાના આંગળા કાપ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી કાઢ્યો હતો. ફરિયાદીએ પોતે જ પોતાના ડાબા હાથની ચાર આંગળી નોકરી ધંધો કરવો ન પડે તે માટે કાપી નાંખી હતી અને સમગ્ર બનાવ બાબતે ક્રાઇમ બ્રાન્ચને ગોટે ચઢાવી હતો. આખરે ક્રાઈમ બ્રાન્ચની કડક પૂછપરછ બાદ ફરિયાદી પડી ભાંગ્યો હતો અને તેણે પોતે જ આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો : Gujarat સરકારે કર્યો હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને રાહત આપતો આ મોટો નિર્ણય
શું છે મામલો
સુરતમાં રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં યુવકની ચાર આંગળી કપાઈ ગઈ હતી અને તેને ખબર પણ પડી નહોતી. આંગળી કપાયા બાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આગંળી કઈ રીતે કપાઈ તેની તપાસ શરૂ કરી હતી.સુરત શહેરના કતારગામ વિસ્તારની શ્રીજી સોસાયટીમાં રહેતો યુવક વ્યવસાયે એકાઉન્ટન્ટ છે. 8 ડિસેમ્બરની રાતે તેઓ મિત્રને મળવા રિંગ રોડ પર આવેલા વેદાંત સર્કલ પહોંચ્યા હતા. આશરે એક કલાક રાહ જોયા બાદ પણ તેનો મિત્ર આવ્યો નહોતો. જે બાદ મિત્રએ તેને ફોન કરીને હાલ નહીં આવી શકે તેમ કહ્યું હતું.
યુવક તેના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં લઘુશંકા લાગતાં ઉભો રહ્યો હતો. જે બાદ તેને ચક્કર આવ્યા હતા અને બેભાન થઈને પડી ગયો હતો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે હાથની આંગળીઓ ગાયબ હતી. આ જોઈ તે ખૂબ પરેશાન થઈ ગયો હતો.
તેણે તાત્કાલિક આ અંગે મિત્રને જાણ કરી હતી. સમાચાર મળતાં જ મિત્ર ત્યાં પહોંચી ગયો હતો અને તેને સારવાર માટે હૉસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ડૉક્ટરોએ તેની સારવાર કરી અને કપાયેલી આંગળીઓની સારવાર કરીને તેને રજા આપી હતી. જે સમયે તેની આંગળીઓ કપાઈ હતી ત્યારે તેને દર્દ પણ થયું નહોતું. આ મામલે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : Gujaratમાં શીત લહેરથી લોકો ઠૂંઠવાયા, આગામી દિવસમાં ભુક્કા બોલાવશે ઠંડી
પોલીસે ઘટનાસ્થળથી લઈ 400 મીટર સુધીના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ પોલીસને લોહીનું એક ટીપું પણ મળ્યું નહોતું. આ ઉપરાંત આંગળી તે જગ્યાએ જ કપાઈ હોવાના કોઈ પુરાવા પણ મળ્યા નહોતા.