BZ Scam: 6,000 રુપિયાના કૌભાંડના કિસ્સામાં આરોપીના મોટા ભાઈની પોલીસે કરી ધરપકડ
અમદાવાદઃ ગુજરાતમાં રૂપિયા 6,000 કરોડના કૌભાંડના (RS 6000 crore scam) આરોપી ભૂપેન્દ્ર ઝાલાના (Bhupendra Zala) મોટાભાઈ રણજીત ઝાલાની (Ranjit Zala) ધરપકડ કરી હતી. સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ગ્રોમોર કેમ્પસમાંથી ધરપકડ કરી હતી. સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ કૌભાંડની (BZ group scam) તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે અંતર્ગત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ તપાસ માટે કેમ્પસ પહોંચી હતી અને રણજીત ઝાલાની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન અનેક રહસ્યો ખૂલી શકે છે.
ગુજરાતમાં 6000 કરોડનું કૌભાંડ આચરનારા બીઝેડ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્યમાં આગોતરા જામીન અરજી કરી હતી. જો કે અમદાવાદ ગ્રામ્યમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન નામંજૂર કર્યા હતા. દલીલો દરમિયાન સરકારી વકીલે જણાવ્યું કે બીઝેડના CEO કોઇ પણ પ્રકારના લાઈસન્સ ધરાવતા નથીં. ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાં ધિરનારનું જ એકમાત્ર લાઇસન્સ જ છે. આ લાઈસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે. નાણાં ધીરનારમાં માત્ર નાણાં આપી શકે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોઇ પણ લાઇસન્સ કે પરમિશન વગર 11 કંપનીઓ ઊભી કરી હતી અને રોકાણકારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતી. રોકાણ કરાવવા માટે એજન્ટોની પણ નિમણૂક કરવામાં આવી હતી.
Also read: Gujarat માં 6000 કરોડના કૌભાંડમાં CID ના દરોડા, તગડા વળતરની લોકોને આપી હતી લાલચ…
આ એજન્ટોને બીઝેડ ગ્રુપ દ્વારા વિદેશની ટૂર, દેશમાં પ્રવાસનું પેમેન્ટ, વૈભવી કારની લાલચ, આઇફોન જેવી વસ્તુઓ કમિશન પેટે ગિફ્ટમાં આપી રોકાણકારોને વધુ આકર્ષવા માટે પ્રભાવિત કર્યા છે. રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેન્કો કરતા વધારે વ્યાજ આપવાની લાલચ આપવામાં આવતી હતી. તોતિંગ વ્યાજ આપવાની લોભામણી જાહેરાત કરીને રોકાણકારોને વિશ્વાસમાં લેવામાં આવતા હતા. સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાનમાં દરોડા પાડીને અનેક મહત્ત્વના દસ્તાવેજ જપ્ત કર્યા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું હતું.