આપણું ગુજરાત

નીતિ આયોગની બેઠકને લઈને ભૂપેન્દ્ર પટેલને દિલ્હીની તેડું

નવી દિલ્હી: ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને અચાનક દિલ્હીનું તેડું આવ્યું છે. મુખ્ય પ્રધાન આજે રેટ દિલ્હી જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનાર નીતિ આયોગની બેઠકને લઈને તમામ રાજ્યોના મુખ્યપ્રધાનને દિલ્હી ખાતે બોલવામાં આવ્યા છે. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજરી આપવાના છે.

નીતિ આયોગની બેઠકને લઈને રાજ્યોના મુખ્યમંત્રીઓને દિલ્હી દરબારનું તેડું આવ્યું છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનાર નીતિ આયોગની બેઠકને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે દિલ્હી જવાના રવાના થશે. આ બેઠક ભલે નીતિ આયોગને લઇને હોય પરંતું ગુજરાતના રાજકીય પરિસ્થિતિને લઈને ચર્ચા થવાની અટકળો તેજ થઈ છે.

આ પણ વાંચો : Gujarat માં પોસ્ટ ગ્રેજ્યુએશન ડેન્ટલમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ સમાપ્ત,  51 બેઠક ખાલી

નીતિ આયોગની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની પારિસ્થિતિને લઈને ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી શકે છે. ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચર્ચાઓ થઈ શકે છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અને પેટા ચૂંટણી જીતેલા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવાને લઈને પણ ચર્ચા થઈ શકે છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલની ગઇકાલે અમિત શાહ સાથેની બેઠક બાદ આ બાબતે અટકળોનું બજાર વધુ ગરમાયું છે.

આ સિવાય રાજ્યમાં હાલ ચાંદીપૂરા વાયરસ અને અતિભારે વરસાદની સ્થિતિને લઈને પણ ચર્ચા થઈ શકે છે. સી. આર. પાટીલનું ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ હાલ તો યથવાત રહેવાનું હોવાથી સંગઠનને લઈને કોઇ ચર્ચા થાય તેવું જણાતું નથી. પરંતુ ઘણા સમયથી જેની ચર્ચાઓ ચાલી રહી છે તેવા મંત્રીમંડળના વિસ્તરણને લઇને પણ ચર્ચાઓ થાય તેવી સંભાવના છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button