આપણું ગુજરાતગાંધીનગરટોપ ન્યૂઝ
મોડી સાંજે મુખ્યપ્રધાન સાથેની બેઠક બાદ જુનિયર તબીબોની હડતાળ સમેટાઈ…

ગાંધીનગર: રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો તેમને મળતા સ્ટાઈપેન્ડમાં વધારાની માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે હડતાળ પર ઉતર્યા હતા. રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની હડતાળને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક બાદ રાજયમાં બે દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે .
ગુજરાતમાં સ્ટાઈપેન્ડ મુદ્દે જુનિયર તબીબો હડતાળ પર ઉતર્યા હતાં. સ્ટાઈપેન્ડમાં 40 ટકાના વધારાની માંગને લઇને સમગ્ર રાજ્યના 6,000 થી પણ વધુ જુનિયર તબીબો કામથી અળગા રહ્યા હતા. બે દિવસથી ચાલી રહેલી હડતાળને લઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી.