આપણું ગુજરાત

CM સર ,આવું કેમ ? ગુજરાત જાહેર સેવા આયોગની મુખ્ય પરીક્ષાના પરિણામમાં થઈ રહ્યો છે ભારે વિલંબઃ કોંગ્રેસ…

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તારીખ 20 થી 25 ઓક્ટોબર દરમિયાન જાહેરાત નંબર 47/2022-23 ની મુખ્ય પરીક્ષા નું આયોજન થનાર છે, જેમાં આશરે 10,000 થી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે. પરંતુ હાલની પરિસ્થિતિ ધ્યાન લેતા જાહેરાત નંબર 30/2021-22 ના આખરી પરિણામ બાબતે નામદાર હાઇકોર્ટમાં પિટિશન ચાલી રહેલ છે જેનો આખરી ચુકાદો આવેલ નથી તદઉપરાંત ત્યારબાદની વર્ગ ૧ અને ૨ ની સિવિલ સર્વિસ પરીક્ષા એટલે કે જાહેરાત ક્રમાંક 20/2022-23 ની મુખ્ય પરીક્ષા નું પરિણામ હજુ સુધી જાહેર થયેલ નથી આમ જીપીએસસી દ્વારા એક સાથે સમાંતરે ત્રણ વર્ગ-૧ અને વર્ગ-૨ ની સિવિલ સર્વિસ પરીક્ષા ચાલી રહેલ છે. આમ એક સાથે ચાલી રહેલ ત્રણ સમાંતર પરીક્ષાઓના કારણે જે ઉમેદવારો જાહેરાત ક્રમાંક 30/2021-22 માં ઉત્તિર્ણ થયેલા છે તે જ ઉમેદવારો જાહેરાત ક્રમાંક 20/2022-23 ના ઇન્ટરવ્યૂમાં પણ પસંદ થાય તેવી શક્યતા છે. વધુમાં જાહેરાત ક્રમાંક 30/2021-22 અને જાહેરાત ક્રમાંક 20/2022-23 ના ઉમેદવારો જ જાહેરાત ક્રમાંક 47-2022-23 ની મુખ્ય પરીક્ષામાં તથા આખરી પરીણામમાં રીપીટ થશે. આ જાહેરાતોમાં કોઈ વેઇટિંગ લિસ્ટ અનુસરવામાં આવતું નથી આથી શક્યતા છે કે ત્રણેય જાહેરાતોમાં સમાન વિદ્યાર્થીઓ જ રીપીટ થાય અને અંતે જગ્યાઓ ખાલી રહે તથા નવી તૈયારી કરતા વિદ્યાર્થીઓને તક જ ના મળે.

યુપીએસસી દ્વારા દર વર્ષે એક જ સિવિલ સર્વિસ એક્ઝામ લેવામાં આવે છે તથા એક પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર થયા બાદ જ અન્ય સિવિલ સર્વિસ એક્ઝામ ની મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે.

જાહેરાત ક્રમાંક 30-2021-22 ની જાહેરાત પ્રસિદ્ધ થયાના આશરે 780 દિવસો તથા જાહેરાત ક્રમાંક 20-2022-23 ની જાહેરાત પ્રસિદ્ધ થયાના આશરે 513 દિવસો થયેલા છે આમ ઘણા લાંબા સમયથી પડતર રહેલ બંને સિવિલ સર્વિસ એક્ઝામ પ્રથમ પૂર્ણ કરવામાં આવે તથા ત્યારબાદ જ જાહેરાત ક્રમાંક 47/2022-23 ની મુખ્ય પરીક્ષા લેવામાં આવે તો તમામ ઉમેદવારોને સમાન તક મળે. ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાના પરિણામમાં થઈ રહેલા વિલંબથી આર્થિક અને માનસિક પરેશાનીનો ભોગ ગુજરાતના યુવાનો બની રહ્યાં છે.

જાહેરાત ક્રમાંક ૩૦/૨૦૨૧-૨૨ બાબતે હાઇકોર્ટમાં ચાલી રહેલ પિટિશનમાં તેના મુખ્ય પરીક્ષાના પેપરો ની ચકાસણી બાબતે ઉમેદવારોને થતો અન્યાય જવાબદાર છે. જીપીએસસી દ્વારા મુખ્ય પરીક્ષાના પેપરની ચકાસણીમાં પેપરને ડિજીટલી સ્કેન કર્યા બાદ યોગ્ય રીતે રેન્ડમાઇજ કરવામાં આવતા નથી.

ગુજરાત જાહેર સેવા આયોગની અનિશ્ચિતતા, અગાઉની જાહેરાતો ના પડતર પરિણામ, સમાન ઉમેદવારો જ ત્રણેય જાહેરાતોમાં રીપીટ થવાની સંભાવના વગેરે બાબતો ધ્યાને લેતા પ્રથમ અગાઉની તમામ જાહેરાતો પૂર્ણ કર્યા બાદ જ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની મુખ્ય પરીક્ષા નું આયોજન કરવામાં આવે તેવી ઉમેદવારોની રજુઆત અંગે તાત્કાલીક ન્યાયીક પગલા ભરવા કોંગ્રેસ પક્ષે માંગ કરી છે. તેમ ગુજરાત જાહેર સેવા આયોગના અગાઉની જાહેરાતોના બાકી પરિણામો, સમાન ઉમેદવારો મોટા ભાગ જાહેરાતોમાં રીપીટ થવાનીસંભાવના અનિશ્ચિતતા ધ્યાને લઈને ગુજરાતના યુવાનોને ન્યાય આપવાની રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button