આપણું ગુજરાત

હવે ૩૧મી ડિસેમ્બર સુધી દોડશે ભુજ-સાબરમતી ઇન્ટરસિટી


અમદાવાદ- ભુજ વચ્ચે દોડતી ઇન્ટરસિટી ટ્રેનની મુદત શનિવારે સમાપ્ત થવાની હતી જો કે આગામી નવરાત્રી અને દિવાળી પર્વની રજાઓ આવતી હોઈ મુસાફરોની માંગણીને સ્વીકારી રેલવે વિભાગે આ ટ્રેનને આગામી ૩૧મી ડિસેમ્બર સુધી દોડાવવાનો નિર્ણય લેતાં નવરાત્રી-દિવાળી સહિતના તહેવારો અને કચ્છને વૈશ્વિક ક્ષેત્રે પ્રવાસનમાં નામના અપાવનારો રણોત્સવ શરૂ થવાનો હોઇ ભુજ-અમદાવાદ વચ્ચે અવર જવર કરવામાં પ્રવાસીઓને સરળતા ઉભી થશે.
આ ઉપરાંત ભુજ સાબરમતી સાથે પશ્ચિમ રેલવે દ્વારા અલગ-અલગ ૧૦ જેટલી ટ્રેનોના રૂટ લંબાવામાં આવ્યા છે. જેનો પ્રવાસીઓને લાભ મળશે. અલબત્ત આ ઇન્ટરસીટી ટ્રેનને કાલુપુર સ્ટેશન સુધી દોડાવવાની લાંબા સમયની માગ સંતોષાઇ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button