આપણું ગુજરાતગાંધીધામભુજ

ભુજ-ગાંધીનગર વચ્ચે દોડતી ઈન્ટરસીટી ટ્રેન બંધઃ અનેક પ્રવાસી રઝળ્યાં

ભુજઃ કચ્છના વડા મથક ભુજથી અમદાવાદ વચ્ચે નવી સેમી હાઈસ્પીડ નમો ભારત રેપિડ ટ્રેનને વાજતે ગાજતે શરૂ કરવામાં આવતાં ભુજ-ગાંધીનગર ઈન્ટરસીટી ટ્રેન સેવાને આજથી વિધિવત્ રીતે સમાપ્ત કરી દેવામાં આવી છે. આ બાબતથી અજાણ અનેક પ્રવાસીઓ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા અને રઝળી પડ્યાં હતાં.

નવી ટ્રેન એક સરખા રૂટ અને સમયે શરૂ થતાં આ ટ્રેન સેવાનો ૧લી ઓક્ટોબરથી અંત આવી જવાની શક્યતા સેવાતી હતી જે સાચી પડી છે. છેલ્લે ૩૦ સપ્ટેમ્બર સુધી ત્રણ માસ પૂરતી આ ટ્રેન સેવા વિસ્તારવામાં આવી હતી.
નવી કોર્પોરેટ કક્ષાની નમો ભારત ટ્રેનના ટિકિટ દરની તુલનાએ આ ટ્રેનમાં સ્લીપર કોચનું ભાડું લગભગ અડધું અને જનરલ કોચનું ભાડું આમ જનતાના ખિસ્સાને પહોંચે એટલું માત્ર દોઢસો રૂપિયા હતું.

ગત ૭ એપ્રિલ ૨૦૨૩થી ભુજ અમદાવાદ (સાબરમતી) વચ્ચે સમર સ્પેશિયલ તરીકે ત્રણ માસ પૂરતી આ ટ્રેન શરૂ કરવામાં આવી હતી.ઉપયોગિતા અને લોકપ્રિયતા વધતાં દર ત્રણ મહિને આ ટ્રેનની મુદત લંબાતી રહેતી હતી. રેલવે યાર્ડની કામગીરીને અનુલક્ષીને થોડાંક માસથી આ ટ્રેન સાબરમતીના બદલે ગાંધીનગર સુધી વિસ્તારવામાં આવી હતી.
આ બંધ કરી દેવામાં આવેલી ટ્રેન આગામી સમયમાં ભુજ-રાજકોટ વચ્ચે દોડાવાય તેવી શક્યતા હોવાનું રેલવે સૂત્રોએ જણાવ્યું હતું.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker