ભાવનગરની 22 વર્ષીય પરિણીતાએ ચારિત્ર્ય અંગે શંકા રાખી પતિના અસહ્ય ત્રાસથી આપઘાત વહોર્યો
એક વર્ષના ટૂંકા લગ્નજીવન દરમિયાન ત્રાસ આપી દીકરીને મરવા મજબૂર કરનાર જમાઈ વિરુદ્ધ માતાએ નોંધાવી ફરિયાદ

ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ખાટકીવાડ વિસ્તારમાં રહેતી પરિણીતાને તેનો પતિ ચારિત્ર બાબતે શંકા રાખી અવારનવાર ઝઘડો કરી માર મારી શારીરિક માનસિક ત્રાસ આપતો હોય પરિણીતાએ ગઈકાલે તેના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકની માતાએ તેના જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહુવાના ખાટકીવાડ, વાડી વિસ્તારમાં રહેતા અનવરભાઈ ગાહા (ઉ.વ. ૨૨) એ તેના પતિના ત્રાસથી કંટાળી જઈ ગઈકાલે સાંજે તેમના ઘરે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે મૃતક સાયનાબેનના માતા બાનુબેન સતારભાઈ શાહ ( રહે, કુંભારવાડા, શીતળા માતાની દેરી પાસે, સરકારી સ્કુલની સામે ભાવનગર ) એ મહુવા પોલીસ તેના જમાઈ અનવરભાઈ અબ્દુલભાઈ ગાહા
વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની દીકરી સાયનાબેનના લગ્ન અનવર ગાહા સાથે એક વર્ષ પહેલા થયા હતા અને છેલ્લા આઠ માસથી તેનો પતિ ચારિત્રય બાબતે શંકા કુશંકા કરી સાયનાબેન સાથે અવારનવાર ઝઘડો કરી માર મારતો હતો આથી સાયનાબેન ભાવનગર આવી જતા હતા, પરંતુ તેઓ તેમને સમજાવી ફરી સાસરે મોકલી આપી હતી.આજથી દસ દિવસ પહેલા પણ સાયનાબેનને તેના પતિએ માર મારી પહેરેલા કપડે ઘરેથી કાઢી મુકતા સાયનાબેન ભાવનગર આવી ગયા હતા. મોહરમના તહેવાર બાદ ફરી એક વખત તેમને સમજાવી મહુવા મોકલી આપી હતી પરંતુ પતિનો ત્રાસ સહન ન થતા તેણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.