આપણું ગુજરાત

નવતર પ્રયોગઃ ભાવનગર મનપા ડમ્પિંગ સાઈટ પર કરશે વૃક્ષારોપણ


સરકારી એજન્સી ધારે તો ચમત્કાર સર્જી શકે છે. શહેરને સુવિધા આપવાની સાથે સારું વાતાવરણ, શુદ્ધ હવા પૂરી પાડવાનું કામ પણ સરકાર કે સ્થાનિક એજન્સીનું છે. ભાવનગર મહાનગરપાલિકાએ આ દિશામાં એક ડગ માંડ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અંગે નવતર અભિગમ હાથ ધરતા નારી ખાતે આવેલ ડમ્પ સાઇટ લેગેસી વેસ્ટનો નિકાલ કરી દસ હજારથી વધુ વૃક્ષો રોપવા અંગેની પહેલ હાથ ધરવામાં આવી છે
નારી ખાતે આવેલ ડમ્પ સાઇટમાં પાંચ લાખ ટન લેગેસી વેસ્ટ પડયો હોવાથી ત્રણ વર્ષની કામગીરી બાદ કરાવીને ૮૦૦ એમ.ટી.પી.ડી. કેપેસિટીની ત્રણ ટ્રોમેલ મારફતે અને ૬૦૦ એમ.ટી.પી.ડી. કેપેસિટીની બે ટ્રોમેલ મારફતે કુલ ૪.૮૦ લાખ ટન લેગેસી વેસ્ટનો નિકાલ કરીને મહત્તમ લેન્ડ રિક્લેમ્ડ કરી છે 
અત્રે ઉલ્લેખનીય છે કે નારી ડમ્પ સાઇટ પર ભાવનગરની આસપાસ પાંચ કી.મી.ની અંદર આવેલ ૨૪ ગામોનો કચરો પણ ડમ્પ કરવામાં આવે છે આ ઉપરાંત ભાવનગરના વોર્ડ ૧ અને ૯ નો કચરો ટેમ્પલ બેલ વાન મારફત ‘ડોર ટુ ડોર’ કચરો ઉપાડવામાં આવે છે. ત્યાર બાદ કચરાનો પધ્ધતિસર નિકાલ થાય તે માટે ચાવડી ગેટ ખાતે આવેલ સેન્ટર પર સેગ્રીગેશન કરીને કોમ્પેક્ટ કર્યા બાદ આ પ્રોસેસને અંતે નારી ખાતે આવેલ ડમ્પ સાઇટ પર મોકલવામાં આવે છે.
આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન રાજેશભાઇ રાબડીયા એ જણાવ્યું હતું કે, ભાવનગરમાં રોજ બરોજનો કોમર્શીયલ અને ઘરે ઘરેથી કચરો ૧૩૦ જેટલી ટેમ્પલ બેલ વાન મારફત ૨૫૦ ટન જેટલો કચરો એકત્ર કરવાની કામગીરી થઈ રહી છે. આશરે ૧૦૦ એકર જમીનમાં આશરે દસ હજાર થી વધુ વૃક્ષો ઉછેરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.    
આ અંગે મ્યુનિસિપલ કમિશ્નર એન. વી. ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ મુજબ ડમ્પ સાઇટ પર પડેલ કચરાનું રેમેડીએશન કરવાની સૂચના અનુસાર નારી ખાતે આવેલ ડમ્પ સાઇટ પર પડેલ પાંચ લાખ ટન લેગેસી વેસ્ટને પ્રોસેસ કરીને ત્રણ વર્ષના સમયગાળામાં આ કામ કરવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
AUS vs NZ TEST: કેન વિલિયમ્સને 14 વર્ષની કારકિર્દીમાં પહેલી વખત કરી મોટી ભૂલ પઢાઈમાં Zero કમાણીમાં No 1, જાણી લો બોલીવૂડના સુપરસ્ટાર્સ WPL : RCBની કૅપ્ટન સ્મૃતિ મંધાનાને ધમાકેદાર પ્રથમ ફિફ્ટી ન ફળ્યાં મોબાઈલ ફોન ગુમ થઈ ગયો છે? No problem સ્વીચ ઓફ મોબાઇલ પણ ટ્રેક કરી શકાશે.