ભાવનગરમાં વિદ્યાર્થિનીના પિતાએ વિદ્યાર્થી પર કર્યો ઘાતક હુમલો, છરીના 5 ઘા ઝીંકી કર્યો લોહીલુહાણ
![](/wp-content/uploads/2025/02/bhavnagar-crime-news-attack-on-student-on-institute.webp)
Bhavnagar News: ભાવનગરના ઓઝ ઈન્સ્ટિટ્યૂટમાં ચોંકાવનારી ઘટના બની હતી. વિદ્યાર્થિનીના પિતાએ શિક્ષકોની હાજરીમાં જ વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હતો. વિદ્યાર્થિનીના પિતાએ કમરમાં રાખેલી છરી કાઢીને 4 સેકન્ડમાં છરીના 5 ઘા ઝીંક્યા હતા. મળતી વિગત પ્રમાણે, વિદ્યાર્થી ઓઝ ઈન્સ્ટિટ્યૂટમાં પરીક્ષના તૈયારી કરતો હતો અને હોસ્ટેલમાં રહેતો હતો. તેની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે મોબાઇલ પર વાતચીત કરતો હતો. આ અંગે વિદ્યાર્થિનીના પિતાને જાણ થતાં તેમણે વિદ્યાર્થીને ફોન કરી ઈન્સ્ટિટ્યૂટમાં મળવા બોલાવ્યો હતો.
હુમલાથી ઈન્સ્ટિટ્યૂટમાં મચી અફડાતફડી
ઈન્સ્ટિટ્યૂટના કાઉન્સલિંગ રૂમમાં શિક્ષકોની હાજરીમાં વિદ્યાર્થિનીના પિતાએ છરીથી હુમલો કર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હુમલા બાદ ઈન્સ્ટિટ્યૂટમાં અફડાતફડી મચી ગઈ હતી. ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. વિદ્યાર્થીની ફરિયાદ પર પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી.
Also read: Gujarat માં ભાવનગર – ઓખા ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ, ઘટનાની તપાસ શરૂ
વિદ્યાર્થીની હાલત છે નાજુક
પોલીસના કહેવા મુજબ, પિતા તેની પુત્રી સાથે વાત નહીં કરવા સમજાવવા આવ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાઈને તેમણે હુમલો કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ નાજુક છે અને તે બેભાન અવસ્થામાં છે.